વર્ષ 2017માં 7.2% અને 2018માં 7.7% વિકાસ દર રહેવાની સંભાવનાઃજેટલી

Apr 02, 2017 03:45 PM IST | Updated on: Apr 02, 2017 03:45 PM IST

કેન્દ્રીય વિત્તમંત્રી(નાણામંત્રી) અરૂણ જેટલીએ શનિવારે ન્યૂ ડેવલપમેન્ટ બેંક(એનડીબી)ની બીજી વાર્ષિક બેઠક દરમિયાન કહ્યુ કે અંતરરાષ્ટ્રીય સ્તર પર દુનિયાની મોટી અર્થવ્યવસ્થા ચુનોતીપુર્ણ છે પરંતુ ભારતની સ્થિતિ સારી રહેનારી છે. જેટલીએ કહ્યુ કે અનુમાન છે કે ભારતની અર્થવ્યવસ્થા સાલ 2017માં 7.2 ટકા જ્યારે 2018માં આ વૃદ્ધિ દર 7.7 ટકા રહેવાની સંભાવના છે.

આર્થિક સુધાર માટે પગલાની ઉ્મ્મીદ

વર્ષ 2017માં 7.2% અને 2018માં 7.7% વિકાસ દર રહેવાની સંભાવનાઃજેટલી

જેટલીએ મીટિંગ પછી કહ્યુ કે આર્થિક સુધાર માટે મોદી સરકાર જરૂરી પગલાં ઉઠાવશે જેનાથી આવનારા બે વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા તેજીથી વિકાસીત થશે. તેમણે કહ્યુ કે દેશને આવનાર પાંચ વર્ષમાં બુનિયાદી ઢાંચે માટે 43 લાખ કરોડ રુપિયા એટલે 646 અરબ ડોલરની જરૂર છે અને ઉમ્મીદ છે કે 2015થી શરૂ થયેલી સંસ્થા એનડીબીનું આમા મહત્વનું યોગદાન રહેશે.

એનડીબી વિકાસ બેંકના રૂપમાં ઉભરી સામે આવશે અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ વિત્તપોષણમાં મદદ કરશે.

વિત્તમંત્રીએ આગળ કહ્યુ કે એનડીબીના અધ્યક્ષ કે.વી.કામતને સરાહનીય કામગીરી કરી છે. બેંકએ હવે પુરી રીતે કામકાજ કરવું શરૂ કરી દીધુ છે. બજારમાંથી સફળતા પુર્વક મોટી રકમ એકઠી કરી છે અને જલ્દી ભારતમાં ઉપયોગમાં લેવાનું શરૂ કરાશે. એનડીબી લોન માટે પહેલા સમજોતો કેટલાક દિવસ પહેલા મધ્ય પ્રદેશમાં થયો છે. આશા છે કે એનડીબી રાહત દરે લોન આપશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર