મોદી સરકારની આ યોજનાથી તમે પણ હવે રૂ.2500માં હવામા ઉડી શકશો

Mar 31, 2017 02:26 PM IST | Updated on: Mar 31, 2017 02:26 PM IST

સરકારે સામાન્ય માણસ પણ હવે વિમાનમાં સવારી કરી શકે તે માટે ઉડાન યોજના શરૂ કરી છે. આ સ્કીમમાં એવિએશન મિનિસ્‌રી 6 મહિતાની અંદર નાની-નાની જગ્યાઓ માટે રિજનલ ફ્લાઇટસની સેવાઓ શરૂ કરવા જઇ રહી છે. જેમાં 500 કિલોમીટરની યાત્રા માત્ર 2500 રૂપિયામાં કરી શકાશે.

6 માસમાં સર્વિસ,આ એરલાયન્સ સામેલ

મોદી સરકારની આ યોજનાથી તમે પણ હવે રૂ.2500માં હવામા ઉડી શકશો

સરકારે આશા છે કે આવતા છ મહિનામાં નક્કી કરાયેલા રૂટમાં આ ચાલુ કરી દેવાશે. સરકારે ઉડાન સ્કીમ અંતર્ગત 128 રૂટ કવર કર્યા છે. રીજનલ કનેક્વીટી રૂટ માટે અત્યારે 5 એયરલાઇન્સ એયર ઇન્ડિયા, સ્પાઇસજેટ, એયર ડેક્કન, એયર ઉડીસા અને ટર્બો મેઘા એયરવેઝએ રસ દાખવ્યો છે. બીજા રાઉન્ડની બોલી 6 મહિના પછી શરૂ થવાની આશા છે. ચારથી છ માસમાં રિજનલ કનેક્ટવીટી સ્કીમ પૂરી રીતે લાગુ કરવાની યોજના બનાવાય છે.

આ આખો પ્લાન છે સરકારનો

એવિએશન મિનિસ્ટર અશોક ગણપતિએ કહ્યુ કે જીએસટી લાગુ થયા પછી આ કંપનીઓને ફાયદો થશે. જ્યારે સિવિલ એવિએશન રાજ્યમંત્રી જયંત સિન્હાએ કહ્યુ કે સસ્તુ હોવાથી હવે દરેકને હવાઇ મુસાફરી પસંદ પડશે. હવાઇ યાત્રાને અફોર્ડેબલ બનાવાયું છે જેથી હવાઇ ચપ્પલવાળા હવાઇ યાત્રા કરી શકે.

સુચવેલા સમાચાર