સંસદમાં આજથી બજેટ સત્ર પાર્ટ-2, જીએસટી અને રામજસ મુદ્દા રહેશે ઉગ્ર

Mar 09, 2017 08:37 AM IST | Updated on: Mar 09, 2017 12:33 PM IST

નવી દિલ્હી #સંસદમાં બજેટ સત્રનો આજથી બીજો પાર્ટ શરૂ થવા જઇ રહ્યો છે. પાંચ રાજ્યોની ચૂંટણીના શનિવારે પરિણામ રજુ થવાના છે ત્યાં આજે જીએસટી અને રામજસ જેવા મુદ્દો ગરમા ગરમીના બની રહેવાની સંભાવના છે.

બજેટ સત્રના પાર્ટ-2 પહેલા કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોને એવી આશા હતી કે સરકાર બીજા પાર્ટની શરૂઆત પહેલા સરકાર ફરી એકવાર સર્વ પક્ષીય બેઠક કરે. પરંતુ સરકારે આ બેઠક બોલાવી નથી. જાહેર છે કે આવામાં સરકાર અને વિપક્ષ ફરી એકવાર સામ સામે આવે અને સંસદમાં ગરમા ગરમીનો માહોલ સર્જાશે.

કહેવાઇ રહ્યું છે કે, કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહ લખનૌમાં આઇએસઆઇએસના એક શકમંદ આતંકવાદીને ઠાર કરવા અંગે અને મધ્યપ્રદેશના શાજાપુરમાં ટ્રેનમાં બ્લાસ્ટની ઘટના અંગે આજે સંસદમાં પોતાનું નિવેદન આપી શકે છે. સત્તાવાર સુત્રો દ્વારા પણ આ મુદ્દે સમર્થન મળ્યું છે અને ગૃહમંત્રી આ મામલે વિસ્તૃત ચર્ચા કરી શકે એવી શક્યતાઓ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર