જર્મનીમાં G-20 શિખર સંમેલન શરૂ, મોદી-જિનપિંગે એકબીજાના ભરપેટ વખાણ કર્યાં

Jul 07, 2017 04:49 PM IST | Updated on: Jul 07, 2017 04:49 PM IST

જર્મનીના હેમબર્ગમાં જી -20 સંમેલન દરમિયાન 5 બ્રીક્સ દેશોના નેતાઓએ એક અનૌપચારિક બેઠક કરી. સિક્કીમ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચે તણાવની પરિસ્થિતિ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સખત પ્રશંસા કરી હતી

આ દરમિયાન આ વર્ષે સપ્ટેમ્બરમાં ચીનના જિઆમેનમાં 9 મી બ્રિક્સ શિખર પરિષદની તૈયારી અને પ્રાથમિકતાઓ પણ ચર્ચા કરવામાં આવી હતી.

બીજી તરફ પીએમ મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ જિનપિંગની ચેરમેનશિપમાં બ્રિક્સમાં સકારાત્મક મોમેન્ટ જોવા મળી છે. તેમણે આગલી બ્રિક્સ સમિટ માટે શુભકામનાઓ આપી. ચીની રાષ્ટ્રપતિના સંબોધન પહેલા બ્રિકસ દેશોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સૌથી મોટો સુધાર જીએસટીની વાત કરી હતી.

વડાપ્રધાને બ્રિક્સ દેશોની બેઠકમાં પ્રોટેક્શિનિઝમનો સવાલ ઉઠાવ્યો હતો. મોદીએ કહ્યુ કે, હાલના સમયમાં દુનિયાને બ્રિક્સ લીડરશિપની જરૂર છે. ભારત ક્લાયમેટ એગ્રીમેન્ટને એક સારી ભાવના સાથે લાગુ કરશે

 

સુચવેલા સમાચાર