બોટાદઃબિલ્ડર દિલાવરનું અપહરણ કરનાર ચાર આરોપી ઝડપાયા

Apr 13, 2017 09:58 AM IST | Updated on: Apr 13, 2017 09:58 AM IST

બોટાદના બિલ્ડર દિલાવર હમીદના અપહરણ કેસમાં બોટાદ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે.બોટાદ શહેરમાં રહેતા અને બિલ્ડરનો વ્યવસાય કરતા દિલાવર હમીદનું ગત તારીખ ૧૦ના રોજ બોટાદના એસટી ડેપો પાસેથી સવારમાં બોલેરો કારમાં આવેલા ચાર શખ્સો દ્વારા હથીયાર બતાવી અપહરણ કરવામાં આવેલ હતું.જે અગે બિલ્ડરના કાકા દ્વારા બોટાદ પોલીસમાં અપહરણકરતો વિરુધ પોલીસ ફરિયાદ નોધાવાઇ હતી.

ત્યારે અપહરણ કર્તાઓએ બિલ્ડર દિલાવર હમીદ ને સાંજના સમયે ગઢડા પાસે છોડી મુકેલ અને બિલ્ડર દ્વારા જણવામાં આવેલ કે જૂની પોલીસ ફરિયાદ નોધાવેલ તે પાછી ખેચી લઈ સમાધાન કરવામાં આવે તેને લઈ અપહરણ કરવામાં આવેલ હતું.આ બનાવ અગે બોટાદ પોલીસ ,એસ.ઓજી ની ટીમ દ્વારા આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.જે અંગે ગઈ કાલ મોડી સાંજના પૂર્વ બાતમીના આધારે રાણપુર બોટાદ રોડ પર ખસ ચોકડી પાસે આરોપી કુલદીપ શીવાભાઈ ખાચર,પ્રદીપ બચુભાઈ માંજરીયા,ઉમેદ ભરતભાઈ ખાચર અને ભરત જીવાભાઈ ગોવાળિયાને અપહરણ માં વપરાયેલ બોલેરો કાર સાથે જડપી પાડ્યા હતા.

બોટાદઃબિલ્ડર દિલાવરનું અપહરણ કરનાર ચાર આરોપી ઝડપાયા

સુચવેલા સમાચાર