બોટાદઃપાટીદાર પ્રભુત્વ વાળા વિસ્તારોમાં એસટી રૂટો બંધ કરાયા,જાણો કારણ

Apr 19, 2017 03:37 PM IST | Updated on: Apr 19, 2017 03:37 PM IST

બોટાદમાં પાટીદાર પ્રભુત્વ વાળા વિસ્તારોમાં આજે એસટી રૂટો બંધ કરી દેવાયા છે.બોટાદ પોલીસ દ્વારા પાસના કાર્યકરો પર કરેલ દમનને લઈ પાટીદારોમાં જોવા મળતા રોષ ના મામલે સાવચેતીના ભાગરૂપે રૂટો બંધ કરવામાં આવ્યા છે.

૧૭ એપ્રિલના રોજ બોટાદ ખાતે પી.એમનો કાર્યકમ હતો અને પી.એમના કાર્યક્રમમાં કોઈ પણ વિરોધ ન થાય તેને લઈ પોલીસ દ્વારા પાટીદાર લોકોની અટકાયત કરવામાં આવેલ હતી. ત્યાર બાદ પાસના આગેવાન અને કાર્યકરોને પોલીસ દ્વારા માર મારેલ જેને લઈ પાટીદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલીસ કર્મી વિરુધ ફરિયાદ નોધાવેલ છે.

બોટાદઃપાટીદાર પ્રભુત્વ વાળા વિસ્તારોમાં એસટી રૂટો બંધ કરાયા,જાણો કારણ

ત્યારે બોટાદ જિલામાં આની પહેલા પણ પાટીદાર આંદોલન દરમિયાન બસો માં તોડફોડ અને સળગાવાયાની ઘટનાઓ બની છે. ફરી પાછો આવા બનાવ ન બને તેને લઈ બોટાદ ડેપો દ્વાર પાટીદાર પ્રભુત્વ વાળા ગામના એસટી રૂટો બધ કરવામાં આવ્યા છે.જેમાં સમઢિયાળા ,તુરખા ,સનાલી ,ભદ્રાવડી ,કારીયાણી ,ગઢડા ,માંડવધાર ,જસદણ ,ઉગામેડી ના રૂટો હાલ બધ કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર