સુરેન્દ્રનગરઃ250 ફૂટ ઉંડા બોરવેલમાં ખાબકેલા 4 વર્ષના સાગરનું મોત

Apr 06, 2017 02:52 PM IST | Updated on: Apr 06, 2017 06:41 PM IST

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી નજીક આવેલા કરસનગઢ ગામે બોરવેલમાં બાળક ખાબક્યુ છે. આ બાળકની ઉમર ચાર વર્ષની છે. આ અંગેની જાણ થતા તંત્ર પણ બાળકને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધર્યું છે.અમદાવાદથી રેસ્ક્યુની ટીમ રવાના થઇ છે.250 ફૂટથી વધુના ઉંડા બોરવેલમાં 4 વર્ષનો સાગર રમતા રમતા પડી ગયો છે.

sagar mot

સાંજે સાડા છ કલાકે રાજકોટની રેસ્ક્યુ ટીમે 250 ફૂટ ઉડા બોરવેલમાં ફસાયેલો 4 વર્ષનો સાગર મોતને ભેટ્યો હોવાની પુષ્ટી કરી હતી. તેમજ તેના મૃતદેહને બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરી છે.

borvel balak

આ અગાઉ આ બોરવેલ ખેતરમાં આવેલો છે. આ શ્રમિક દેવીપૂજક પરિવાર ખોળાભાઇ ભરવાડની વાડીએ  મજૂરી કરી રહ્યો હતો ત્યારે બાળક બોરવેલમાં ખાબક્યો છે.હળવદની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોચી છે.તંત્ર દ્વારા બાળકને બહાર કાઢવાની કામગીરી ચાલુ કરાઇ છે.

નોધનીય છે કે, ખુલ્લા બોરવેલ નહી રાખવા માટે તંત્ર દ્વારા આદેશ કરાયા છે. અગાઉ પણ બોરવેલમાં બાળકો ખાબકવાની ઘટનાઓ બની છે જેને લઇને તંત્ર પણ સીમમાં બોરવેલ ખુલ્લા નહી રાખવા આદેશ કરી ચુક્યુ છે. તેમ છતાં નિષ્કાળજીને લઇ બાળકો ભોગ બની રહ્યા છે.

NDRF, AMC, RMC સહિતની ટીમો ઘટનાસ્થળે મોકલાઈ,માતા-પિતા જમતા હતા ત્યારે બાળક બોરલેવમાં પડ્યું,કેમેરાને બોરવેલમાં નાખી બાળકની પરિસ્થિતિ જોવામાં આવી ત્યાર બાદ રેસ્ક્યુની રણનીતિ નક્કી કરવામાં આવશે

ચમત્કાર જ બચાવી શકે છે 250 ફૂટ નીચે બોરવેલમાં ફસાયેલા સાગરને!

બોરવેલમાં 300 ફૂટ પાણી છે

બાળક 200 ફૂટ ઉડાઇએ ફસાયો છે.

કેમેરાની મદદથી બાળક સુધી પહોચાયું

પરંતુ ચાર વર્ષના બાળકનું મૃત્યુ થયુ હોવાની શંકા

હલન-ચલન ન થતુ હોવાથી આશંકા સેવાય છે

પરંતુ કોઇ ચમત્કાર જ હવે સાગરને બચાવી શકે છે

આસપાસના લોકો તેમજ પરિવાર દ્વારા સાગર બચી જાય તે માટે ભગવાનને આજીજી

પરંતુ ભગવાને પણ ન સાંભળી આજીજી,આખરે મોડી સાંજે રેસ્ક્યુ ટીમે સાગર મોતને ભેટ્યો હોવાની કરી પૃષ્ટી

 

સુચવેલા સમાચાર