અમદાવાદઃનોકરી ગુમાવી ચુકેલી શિક્ષિત મહિલાનો પાંચમે માળેથી લટકી આપઘાતનો પ્રયાસ

May 07, 2017 11:12 AM IST | Updated on: May 07, 2017 11:12 AM IST

અમદાવાદની ભાગોળે આવેલા બોપલ-ઘુમા વિસ્તારમાં એક અજબ ઘટના સામે આવી છે. સોસાયટીની એક મહિલાએ પાંચમા માળે લટકીને જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. સોસાયટીનું કહેવું છે કે મહિલા માનસિક રીતે ક્ષતિગ્રસ્ત છે. જાણવા મળ્યા મુજબ આ મહિલા અગાઉ નોકરી કરતી હતી. નોકરી ગુમાવી ચુક્યા બાદ તે માનસિક રીતે અસ્વસ્થ બની ગઇ છે.

અમદાવાદઃનોકરી ગુમાવી ચુકેલી શિક્ષિત મહિલાનો પાંચમે માળેથી લટકી આપઘાતનો પ્રયાસ

ઇમારતના પાંચમા માળે આ મહિલા લટકી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.તાબડતોબ પોલીસ અને ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા અને મહિલાને હેમખેમ ઉતારવામાં આવી હતી. મહિલા માનસિક રીતે થોડા અસરગ્રસ્ત હોવાનું કહેવાય છે.

સોસયટીના સભ્યોનું કહેવું છે કે અગાઉ પણ તેણે આવા પ્રયાસ કર્યા હતા. મહિલા અમદાવાદની એક પ્રતિષ્ઠિત સ્કુલમાં અંગ્રેજી વિષય ભણાવતી હતી. તેમણે નોકરી ગુમાવ્યા બાદ ગુમસૂમ રહેતી હતી. ત્યારબાદ તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. વારંવાર લટકી જવાની હરકતને પગલે સોસાયટી પણ પરેશાન છે.

મહિલાની સાથે તેની માતા અને બહેન રહે છે. દીકરી માનસિક રીતે ક્ષતિગ્રસ્ત છે એ વાત માતા સ્વીકારવા તૈયાર નથી.

 

સુચવેલા સમાચાર