બુટલેગરનો ઓનલાઇન દારૂનો ધંધો,વીડિયો વાયરલ કરી કહ્યુ પોલીસ છે મારી ભાગીદાર!

May 29, 2017 10:50 AM IST | Updated on: May 29, 2017 10:50 AM IST

સુરેન્દ્રનગરના  શૈલેષ  ઘનસુખ કોળી નામના પ્રખ્યાત ગુનેગારે પોતાનો વિડિઓ વાઇરલ કરીને  દારૂ  વેચવાની ઓનલાઈન  હાઈટેક  પ્રદ્ધતિ  અપનાવી હતી.બુટલેગરએ પોતાના વાઇલરલ કરેલા વિડિઓમાં પોતાના મોબાઈલ નંબર સાથે  વિદેશી દારૂનું વેચાણ ચાલુ હોવાનું અને પબ્લિકને પોલીસના કોઈ ડર વગર  વેચાણ ચાલુ હોવાનું અને  ખરીદ કરવા આહવાન કર્યું હતું.

100 થી વધુ ગંભીરગુણ  આચરી ચૂકેલા શૈલેષ કોળીએ પોલીસ ના ડર વગર દારૂ વેચાતો હોવાનું અને  એલસીબીના બે પોલીસ અધિકારી પરમાર સાહેબ અને સિસોદિયા સાહેબને પોતાના ભાગીરદાર અને  60 -40 ના રેસિયાથી  ભાગીદારો હોવાનું વીડિયોમાં દાવો પણ કરતા પોલીસ હરકતમાં આવી હતી. અને આ નામચિન બુટલેગરની ધરપકડ કરી લીધી હતી.

બુટલેગરનો ઓનલાઇન દારૂનો ધંધો,વીડિયો વાયરલ કરી કહ્યુ પોલીસ છે મારી ભાગીદાર!

હાલ તો  આ ઘટનાને લઇને  ઘેર પ્રત્યઘાત ગાંધી નગર સુધી  પોહાચતા ગૃહમંત્રી  પ્રદીપસિંહ જાડેજાએ સુરેન્દ્રનગર ડીએસપીને તપાસના આદેશ  કરતા પોલીસે હાલ  બુટલેગરની હિંમત સામે શર્મિંદા બની હોય તેમ નાટકીય  ઢબે બુટલેગર શૈલેષ  કોળીની ધરપકડ કરી છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર