કાળિયાર શિકાર કેસઃકોર્ટમાં સલમાન ખાનને 65 સવાલ પૂછવામાં આવ્યા

Jan 27, 2017 11:00 AM IST | Updated on: Jan 27, 2017 12:40 PM IST

જોધપુરઃજોધપુરઃકાળિયાર શિકાર કેસમાં આજે જોધપુર કોર્ટમાં સુનાવણીને લઇ શુક્રવારે જોધપુર કોર્ટ સલમાન ખાન પહોચ્યા હતા. સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમ પણ કોર્ટ પહોચ્યા હતા. કાળિયાર શિકાર કેસમાં કોર્ટમાં નિવેદન નોધાવ્યું હતું.

કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાને નિવેદન નોંધાવ્યું હતું.કોર્ટમાં સલમાન ખાનને 65 સવાલ પૂછવામાં આવ્યા હતા.કોર્ટમાં સલમાન ખાને પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. નિવેદન નોધાવી જોધપુર કોર્ટની બહાર સલમાન નીકળ્યા હતા.

કાળિયાર શિકાર કેસઃકોર્ટમાં સલમાન ખાનને 65 સવાલ પૂછવામાં આવ્યા

નોધનીય છે કે, કાળીયાર હરણના શિકાર કેશમાં જોધપુર કોર્ટમાં સલમાન ખાન આજે હાજર રહ્યા હતા. તેમની સાથે સેફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ કોઠારીના પણ નિવેદન જોધપુર જિલ્લા અદાલતમાં પહોચ્યા હતા. નિવેદન નોધાવવા સલમાન ખાન 26 જાન્યુઆરીએ જોધપુર પહોચ્યા છે. તેમના સિવાય ચાર સેલિબ્રીટી પણ જોધપુર પહોચી ચુક્યા છે.

આ મામલામાં પાચેય આરોપીઓને કોર્ટમાં સાક્ષીઓની નિવેદન પણ સંભળાવાશે. આ પહેલા સુરક્ષા કારણોને લઇ સલમાન સહિત બધા આરોપિઓને 25 જાન્યુઆરીની જગ્યાએ 27 જાન્યુઆરીએ હાજર રહેવાની અરજી કરી હતી. જેને અદાલતે મંજૂર કરી હતી. સલમાન ખાન હરણ શિકારના ચારમાંથી ત્રણ કેસમાં નિર્દોષ છુટ્યા છે હવે આ ચોથો કેસ અને આખરી કેસ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર