એક્શન ક્વીન તાપસી પન્નૂ અસલ જીંદગીમાં કોઇને થપ્પડ પણ નથી મારી શકતી

Feb 14, 2017 08:23 PM IST | Updated on: Feb 14, 2017 08:23 PM IST

અભિનેત્રી તાપસી પન્નૂ ફિલ્મોમાં ભલે મારધાડ વાળા દ્રશ્યોમાં લોકોના હાડકા ખોખરા કરતી નજરે પડતી હોય પરંતુ અસલ જીંદગીમાં તે કોઇને થપ્પડ પણ મારી શકતી નથી. તાપસીએ અક્ષયકુમાર અભિનીત બેબીમાં પોતાની મારધાડનું કૌશલ્ય દેખાડ્યુ હતું. તે દ ગાજી અટૈક અને નામ શબાના માં મારધાડ કરતી નજર આવે છે.

અહી ફિલ્મ પ્રચાર માટે આઇએએનએસ કાર્યાલય પહોચેલી તાપસીએ કહ્યુ અત્યાર સુધી તમને જે પણ કંઇ દેખાયું, જેમ મને મીનલ અરોડા(પિંકનું કિરદાર)ના રૂપે ઓળખ મળી. અસલ જીંદગીમાં હું કોઇને થપ્પડ પણ નથી મારી શકતી. મારધાડ કરવું તો દૂરની વાત છે.

એક્શન ક્વીન તાપસી પન્નૂ અસલ જીંદગીમાં કોઇને થપ્પડ પણ નથી મારી શકતી

વર્તમાનમાં આગામી ફિલ્મ "રનિંગ શાદી"ના પ્રચારમાં વ્યસ્ત તાપસીએ કહ્યુ કે આ પહેલી એવી ફિલ્મ છે, જે તેના કમ્ફર્ટ જોનથી બહાર હતી. તાપસીએ કહ્યુ આ મારુ ડોમેન છે અને પુરુ નિયંત્રણ છે. મે એટલા માટે પસંદ કરી કેમ કે હું પર્દા પર આવવા માગતી હતી. આ રીતનો રોલ કરવો મારા માટે વરદાન જેવો સાબિત થઇ શકે છે.

અમિત રોય દ્વારા નિર્દેશિત રનિંગ શાદી શુક્રવારે રીલીઝ થશે. આમા અમિત સાધ પણ પ્રમુખ ભુમિકામાં છે.

સુચવેલા સમાચાર