'અમારે ગુજરાતને બિહાર નથી બનાવવું,પેપર સાવ ખોટું છે':ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

Mar 15, 2017 08:31 PM IST | Updated on: Mar 15, 2017 08:31 PM IST

ગાંધીનગરઃરાજયમાં બોર્ડની ધોરણ 12 ની સામાન્ય પ્રવાહની પરિક્ષા બુધવારથી શરૂ થઇ છે જો કે તેના કલાકો પહેલા નામાના મૂળતત્વોનુ પેપર લીંક થયા હોવાના ફોટા સોશિયલ મિડિયા પર ફરતા થતા રાજયનુ શિક્ષણ વિભાગ દોડતુ થઇ ગયુ હતુ. તો બીજી તરફ રાજયના શિક્ષણ પ્રધાને મિડિયા સમક્ષ આવીને પોતાનુ નિવેદન આપ્ચુ હતુ જેમાં જણાવ્યુ હતુ કે સોશિયલ મિડિયા પર જે પેપરના ફોટા ફરી રહ્યા છે તે તદન ખોટા પેપર છે.

પરિક્ષાના તમામ પ્રશ્નો પત્રો શિક્ષણ બોર્ડની કચેરીમાં સ્ટ્રોગરુમમાં મુકવામાં આવે છે.અને પોલીસના જાપ્તા સાથે તમામ પેપરો પરિક્ષા કેન્દ્ર પર મોકલવામાં આવે છે. જેથી પેપર લીંક થયા હોવાની વાત ખોટી છે. પરતુ જે પ્રકારે પેપરલીંક થયા હોવાની વાત સામે આવી છે. જેના કરાણે વિદ્યાથીઓ ,વાલીઓ તથા સમાજને ગેર માર્ગે દોરવાનો પ્રયાસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી બોર્ડના અધિકારીઓ આ મામલે ગાંધીનગર સેકટર 21 માં પોલીસ ફરિયાદ કરશે અને પોલીસ પણ આ સમગ્ર મામલે તપાસ શરુ કરીને સોશિયલ મિડિયા પર જે પેપરલીંક કરીને ફોટામ ફરતા કર્યા હતા તેવા શખ્સોને સખત સજા કરવામાં આવશે.

'અમારે ગુજરાતને બિહાર નથી બનાવવું,પેપર સાવ ખોટું છે':ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું નિવેદન

'આજે પેપર ફૂટ્યાની અફવા ઉડી હતી'

'નામાના મૂળ તત્વોનું પેપર સવારથી વોટ્સએપ પર ફરે છે'

'મે અધિકારીઓને તપાસની સૂચના આપી હતી'

'85 હજાર જેટલા કર્મીઓ બોર્ડમાં કામ કરવા હોવા છતાં'

'અમે ફુલપ્રૂફ વ્યવસ્થા ગોઠવી શક્યા છીએ તેનો અમને ગર્વ છે'

'વોટ્સએપ પર ફરતું પેપર સાચું કે ખોટું તે જાણવા અમારે રાહ જોવી પડી'

'વોટ્સએપ પર ફરતું પેપર ખોટું છે'

'અમારા પેપર્સ તિજોરીમાં સીલ થાય છે'

'પરીક્ષાખંડમાં જ પેપર ખોલવામાં આવે છે'

'ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરીશું'

'આ અંગે નાની-મોટી પણ જાણકારી હોય તો અમને આપો'

'અમારે ગુજરાતને બિહાર નથી બનાવવું'

'પેપર સાવ ખોટું છે'

સમાજને પણ આવી અફવામાં નહીં દોરાવા અપીલ કરી

ફાઇલ તસવીર

સુચવેલા સમાચાર