ભારતે પાકિસ્તાનને બર્બરતાના સબુત આપ્યા,કડક પગલા લોઃભારત

May 03, 2017 09:19 PM IST | Updated on: May 03, 2017 09:19 PM IST

સૈનિકોની હત્યા કરી તેમના શવો સાથે બર્બરતા મામલે ભારતે પાકિસ્તાન ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતને કહ્યુ કે, લોહીના નમુના છે જે સાબિત કરે છે કે પાકિસ્તાની સેનાએ એલઓસી પાર કરી જવાનોની હત્યા કરી અને પાછા ફર્યા છે.

ભારતે આ બાબતના પાકિસ્તાનને સબુત આપી દીધા છે. પાકિસ્તાને આ ઘટનામાં સામેલ હોવાનો ઇનકાર કરતા કહ્યુ ભારતે આ મામલે યોગ્ય સાક્ષ દેવા જોઇએ. ભારતે સબુત આપતા જ આ ઘટનામાં કડક કાર્યવાહીની માગ કરી છે.

ભારતે પાકિસ્તાનને બર્બરતાના સબુત આપ્યા,કડક પગલા લોઃભારત

વિદેશ સચિવ ગોપાલ બાગલે કહ્યુ નાળા નજીક મળેલ લોહીના નમુનાના સેમ્પલથી સ્પષ્ટ છે કે હુમલાખોર પાકિસ્તાન તરફ ગયા છે. અને પાકિસ્તાનથી જ આવેલા છે. અમારી પાસે સંપુર્ણ સબુત છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર