કોર્ટના 65 સવાલો પછી સલમાન બોલ્યો- "મને ફસાવાયો છે"

Jan 27, 2017 04:02 PM IST | Updated on: Jan 27, 2017 04:02 PM IST

સલમાનને જયારે જાતિ પુછાઇ તો બોલ્યો હું ઇન્ડિયન છુ અને હરણ શિકાર પર સવાલ કરાયા તો ઇનકાર કરતા કહ્યુ કે મને ખોટી રીતે ફસાવાયો છે. તેણે એ પણ કહ્યુ કે શિકાર તો દૂરની વાત પરંતુ હું હોટલથી બહાર જ નથી નીકળ્યો. કોર્ટે સલમાન સહિત બધા આરોપીઓના નિવેદન નોધી લીધા છે. કોર્ટ હવે આ મામલાની વધુ સુનાવણી 15 ફેબ્રુઆરી પર મુલતવી રાખી છે.

સલમાન ખાન આજે રાજસ્થાનના જોધપુરમાં 18 વર્ષ જુના કાળીયાર હરણ શિકાર કેસમાં નિવેદન નોધાવવા પહોચ્યો હતો સાથે અન્ય ચાર કલાકારો પણ હતા સલમાનને આજે કોર્ટે 65 સવાલો પુછ્યા જેમાં સલમાને કહ્યુ કે મને ફસાવાય છે. વધુ આ કેસની સુનાવણી 15 ફેબ્રુઆરીએ થશે

કોર્ટના 65 સવાલો પછી સલમાન બોલ્યો-

સલમાને 21 મહિના પછી આપ્યુ એ જ નિવેદન "પિતા મુસલમાન છે, મા હિન્દુ"

રાજસ્થાનમાં ફિલ્મ શુટિંગ દરમિયાન કાળીયાર હરણના શિકારનો આરોપ જેલી રહેલા અભિનેતા સલમાન ખાને 21 મહિના પછી શુક્રવારે એક વાર ફરી એ જ બહુ ચર્ચિત નિવેદન આપતા કહ્યું કે..."મે ઇન્ડિયન હૂ". કોર્ટની ગંભીર કાર્યવાહીમાં સલમાનનું "પિતા મુસલમાન છે, મા હિન્દુ" વાળુ ફિલ્મી અંદાજ મુલ્જિમ નિવેદન નજર આવ્યુ. નોધનીય છે કે,2015માં 29 એપ્રીલે પણ સલમાને આર્મસ એક્ટ મામલામાં મુલ્જિમ નિવેદન કરી જજના સવાલ પર આ જ જવાબ આપ્યો હતો.

નોધનીય છે કે, ત્યારે જજે જાતિ પુછતા ખુદને હિન્દુ કે મુસ્લિમ નહી પરંતુ ઇન્ડિયન કહ્યો હતો. નોધનીય છે કે, કોર્ટ પ્રોસેડિંગ તહેત જજે સલમાને નામ અને જાતિ પુછી, જવાબમાં સલમાન ખાને કહ્યુ, ઇન્ડિયન. આના પર જજે ફરીથી પોતાના સવાલ દોહરાવ્યો પરંતુ સલમાને ફરી આ જ જવાબ આપ્યો. સલમાને બાદમાં કહ્યુ, હિન્દુ-મુસલમાન. જજે પુછ્યુ આ કેવી રીતે? તો સલમાને જવાબ આપ્યો, પિતા મુસલમાન છે,મા હિન્દુ.

આર્મ્સ એક્ટમાં કહ્યુ, "હું નિર્દોષ છુ,મને ફસાવાયો છે"

ગેરકાયદે હથિયાર મામલે અભિનેતા સલમાન ખાને કોર્ટની કડકકાર્યવાહી પછી ગત વર્ષે જોધપુરની સીજેએમ કોર્ટમાં પોતાનું નિવેદન નોધાવા પહોચ્યા હતા. મુખ્ય ન્યાયિક મેજિસ્ટેટ(જીલ્લા કોર્ટ) અદાલતમાં સલમાને કહ્યુ હતું હું નિર્દોષ છું. મને વન વિભાગના અધિકારીઓ ફસાવી રહ્યા છે. પરંતુ સલમાને કોર્ટમાં એ નહોતુ જણાવ્યુ કે વન વિભાગના અધિકારી કેમ ફસાવા માગે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર