ભાજપ સંસદીય દળની બેઠકમાં મોદીએ સાંસદોનો લીધો ક્લાસ, આંબેડકર અને સ્વચ્છતા પર મૂક્યો ભાર

Mar 16, 2017 05:42 PM IST | Updated on: Mar 16, 2017 05:42 PM IST

નવી દિલ્હી #નવી દિલ્હી ખાતે આજે મળેલી ભાજપ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને સ્પષ્ટ કહ્યું કે, જનતાએ બહુમત કરવા માટે આપ્યો છે, નહીં કે આરામ કરવા માટે. મોદીએ સાંસદોને તાકીદ કરતાં કહ્યું કે, ના હું બેસીશ અને ના તમને બેસવા દઇશ. મોદીએ સાંસદોને 6થી14 એપ્રિલ દરમિયાન ગંભીરતાથી કામ કરવા નિર્દેશ આપ્યો.

સુત્રોનું માનીએ તો બેઠકની શરૂઆતમાં જ પીએમ મોદીએ સાંસદોને સવાલ કર્યો કે શું તમે પેન અને પેપર લઇને આવ્યા છો કે નહીં? પ્રત્યુત્તરની રાહ જોયા વિના જ એમણે કડકાઇ કરતાં કહ્યું કે, જે નથી લાવ્યા એમના માટે હું કશું કહી શકતો નથી. એમણે 6 એપ્રિલ ભાજપનો સ્થાપના દિવસ અને 14 એપ્રિલે આંબેડકર જ્યંતિની તારીખ નોટ કરવા કહ્યું. મોદીએ કહ્યું કે, તમામ સાંસદો આ સપ્તાહ દરમિયાન પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને શક્તિ કેન્દ્ર સ્થાપિત કરે.

ભાજપ સંસદીય દળની બેઠકમાં મોદીએ સાંસદોનો લીધો ક્લાસ, આંબેડકર અને સ્વચ્છતા પર મૂક્યો ભાર

ભીમ એપને ગણાવી નવી કરન્સી

મોદીએ સાંસદોને કહ્યું કે તે કાર્યકર્તાઓના મારફતે ડિજિટલ કરન્સી અને ભીમ એપ માટે જાગૃતિ ફેલાવવાનું કામ કરે. કાર્યકર્તાઓ સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડે, નાના દુકાનદારોને ભીમ એપ અને ડિજિટલ ટ્રાન્જેકશનનો ઉપયોગ કરતાં શીખવે.

આંબેડકર પર કરો ફોકસ

મોદીના નિર્દેશોમાં સ્પષ્ટ હતું કે, 6થી14 એપ્રિલ દરમિયાન જેટલી પણ સભાઓ અને રેલી કરવામાં આવે એમાં બાબા સાહેબ આંબેડકરના ફોટાને મહત્વનું સ્થાન આપવામાં આવે. સાંસદો ધ્યાન આપે કે આ તમામ કાર્યક્રમોમાં સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનું કામ ગંભીરતાથી કરવામાં આવે.

સ્વચ્છતા અભિયાન પર ધ્યાન આપે

મોદીએ બેઠકમાં કહ્યું કે, તમામ સાંસદો અને પાર્ટી કાર્યકર્તાઓએ 6 એપ્રિલના દિવસે સ્વચ્છ ભારત અભિયાનને પ્રમોટ કરવા માટે કાર્યક્રમ આયોજિત કરે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર