રામજસ વિવાદ: ભાજપનો રાહુલ ગાંધીને સવાલ, શું કોંગ્રેસ દેશ વિરોધીઓની સાથે છે?

Feb 28, 2017 09:04 AM IST | Updated on: Feb 28, 2017 09:04 AM IST

નવી દિલ્હી #રામજસ મામલે રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓના નિવેદન બાદ આજે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, રાહુલે એ સ્પષ્ટ કરવું જોઇએ કે શું તે ભારત વિરૂધ્ધ ભડકાવનારાઓની સાથે છે?

જિતેન્દ્ર સિંહે કહ્યું કે, રાહુલ જણાવે કે તે અને એમના નેતાઓ કે જેમણે રામજસ અંગે નિવેદનો કર્યા છે એનાથી તેઓ સહમત છે. શું તે એવા લોકોને સાથ આપી રહ્યા છે કે જેઓ ભારત વિરોધી ભાવનાઓને ઉત્તેજન આપી રહ્યા છે. જો એવું જ હોય તો દેશે એ વિચારવું રહયું કે કોંગ્રેસના હાથમાં દેશની સત્તા ક્યારેય આપવી જોઇએ કે નહીં. આમ થવાથી તો તેઓ દેશની અખંડિતતાને ખતરામાં નાંખી રહ્યા છે.

રામજસ વિવાદ: ભાજપનો રાહુલ ગાંધીને સવાલ, શું કોંગ્રેસ દેશ વિરોધીઓની સાથે છે?

અહીં નોંધનિય છે કે, ગઇ કાલે રાહુલ ગાંધીએ રામજસ કોલેજ મામલે ટ્વિટ કરતાં લખ્યું હતું કે, ડર વિરૂધ્ધના દરેક અવાજમાં હું છાત્રો સાથે ઉભો છું. જ્યાં પણ અસહનશીલતા વિરૂધ્ધ ગુસ્સો અને અવાજ ઉઠશે એ તમામમાં ગુરમેહર કૌર છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર