ભારતમાં એક લાખ થી વધુ લોકો દર વર્ષે આત્મહત્યા કરે છે

Feb 05, 2017 09:44 AM IST | Updated on: Feb 05, 2017 09:44 AM IST

અમદાવાદઃકોઇપણ વ્યક્તિ જીવનથી કંટાળીને આપઘાત કરી લે છે. મરવાનું પસંદ કરે છે. એ વિચાર માત્ર પણ પરિવાર અને મિત્રોને હચમાચાવી મૂકનારો છે. અમદાવાદના આંગણે આત્મહત્યા નિવારણ માટે વિશ્વભરમાં કામ કરતી બીફ્રેન્ડર્સ ઇન્ટરનેશનલ સંસ્થાનો 18મો રાષ્ટ્રીય પરિસંવાદ આયોજીત કરાયો છે. ગુજરાતમાં આત્મહત્યા નિવારણ કરતી સંસ્થા સાથ ના સહયોગથી આ ત્રિદિવસીય પરિસંવાદ શુક્રવારના સાંજથી શરૂ થયો છે.

નોધનીય છે કે,જગતમાં દર વર્ષે દશ લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે અને ભારતમાં એક લાખથી વધુ લોકો દર વર્ષે આત્મહત્યા કરે છે. WHO ના આંકડા પ્રમાણે તો આવનારા 2020 સુધીમાં આ આંકડો દોઢ ગણો થઇ જશે. આત્મહત્યાનું પ્રમાણ બાળકો- તરુણો, મહિલાઓ, યુવાનો અને વડીલોમાં પણ ખાસ્સું નોંધાયું છે.ખાસ કરીને બાળકોમાં તણાવમાં જ્યારે યુવાનો પણ તણાવ અને ડિપ્રેશન જેવા કારણે આત્મહત્યા કરવા પ્રેરાય છે.

ભારતમાં એક લાખ થી વધુ લોકો દર વર્ષે આત્મહત્યા કરે છે

અંજુ શેઠે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ આ ચિંતાજનક છે. સંસ્થાએ આજ સુધીમાં દસ હજાર લોકોની સાથે સહાનુભુતિ પુર્વકના માયાળુ વ્યવહારથી તેમને આત્મહત્યા જેવા આતંત્યિક પગલું લેતા અટકાવ્યા છે. ત્રિ દિવસીય પરિસંવાદમાં ભારતમાં આત્મહત્યા નિવારણ ક્ષેત્રમાં કામ કરનારા 100 થી વધુ લોકો અને કેટલીક સંસ્થાઓ જોડાઇ છે.

દર વર્ષે દશ લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે

ભારતમાં એક લાખથી વધુ લોકો દર વર્ષે આત્મહત્યા કરે છે

આત્મહત્યા નિવારણ માટે બીફ્રેન્ડર્સ ઇન્ટરનેશનલ સંસ્થાનો 18મો રાષ્ટ્રીય પરિસંવાદ ગુજરાતમાં

આત્મહત્યા નિવારણ કરતી સંસ્થા સાથના સહયોગથી આયોજીત

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર