બીજેપી નેતાનો આરોપ, નીતીશના કાફલા માટે રોકી દેવાઇ સુકમા શહીદોની ગાડી

Apr 26, 2017 10:35 AM IST | Updated on: Apr 27, 2017 10:52 AM IST

સુકમા હુમલાના શહીદ જવાનોના પાર્થિવ દેહને લઇ જઇ રહેલા વાહનને મંગળવારે મોડી સાંજે પટનામાં રોકી દેવાયા હતા. એ પણ એટલા માટે કે ત્યાંથી બિહારના સીએમ નીતીશ કુમારનો કાફલો પસાર થઇ રહ્યો હતો. બીજેપી સાંસદ રામકૃપાલ યાદવએ આ આરોપ લગાવતા રાજકારણ ગરમાયું છે.

આરોપમાં એ પણ કહેવાયું છે કે પટણા એરપોર્ટ પર જ્યારે આ શહીદોના પાર્થિવ શરીર લવાયા તો ત્યાં નિતિશ કુમાર કે તેમની કેબિનેટનો કોઇ મંત્રી હાજર રહ્યા ન હતા. વિપક્ષના મોટા નેતાઓમાં ભાજપ નેતા રામકૃપાલ યાદવ અને સંજીવ ચૌરસિયા અને જદયુ નેતા શ્યામ રજક હતા.

બીજેપી નેતાનો આરોપ, નીતીશના કાફલા માટે રોકી દેવાઇ સુકમા શહીદોની ગાડી

છતીસગઢના સુકમામાં નક્સલી હુમલાના શહીદ જવાનોના પાર્થિવ શરીર પટના એયરપોર્ટ પર વિશેષ ગાડીથી લવાયા હતા. આરોપ અનુસાર આ દરમિયાન સીએમ નીતીશનો કાફલો પસાર થયો હતો. ત્યારે પાર્થિવ શરીરને લઇ જઇ રહેલા વાહનોને રોકી દેવાયા હતા. બીજેપી નેતા રામકૃપાલ યાદવે કહ્યુ આ દુર્ભાગ્યપુર્ણ સ્થિતી છે. શહાદત થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કોઇ મંત્રી પહોચ્યો ન હતો.

સુચવેલા સમાચાર