બિહાર આર્ટસ ટોપરની કબુલાત- સરકારી નોકરી માટે કર્યો ગુનો,પરિવાર રોઇ રહ્યુ છે

Jun 03, 2017 09:05 AM IST | Updated on: Jun 03, 2017 09:05 AM IST

બિહાર સરકાર લાખ સુસાશનની વાતો ભલે કરે પરંતુ ઇટર(આર્ટસ) ટોપર ગણેશની ધરપકડ અને ફર્જીવાડની કહાની આખી સિસ્ટમની પોલ ખોલી રાખી દીધી છે. ગણેશે તેના જ મોઢેથી આખી ફર્જીવાડની વાત કહી હતી.

ઇટીવી-ન્યુઝ18 સાથે વાતચીત કરતા ગણેશે માત્ર તેણે ગુનોહ કર્યો તે કબુલાત તો કરી સાથે હાથ જોડી માફી પણ માગી હતી. કેમેરા પર ગણેશે ઉમરમાં પણ ખોટુ થતાનું રાજ પણ બતાવ્યું હતું.

બિહાર આર્ટસ ટોપરની કબુલાત- સરકારી નોકરી માટે કર્યો ગુનો,પરિવાર રોઇ રહ્યુ છે

ગણેશે કબુલાત કરતા કહ્યુ કે આ ગુનો તેણે સરકારી નોકરી મેળવવા કર્યો હતો. પરંતુ તેને ખબર ન હતી કે તેનું આ સપનું તેને જેલમાં ધકેલી દેશે. ગણેશે આ વાતનો અફસોસ છે કે તેના ગુનાને કારણે પરિવાર દુખી છે. રોઇ રહ્યો છે.

ગણેશે મેટ્રિકમાં ખોટુ સર્ટીફિકેટ લગાવી પોતાની ઉમર છુપાવવાનો પ્રયાસ કર્યો જેમાં તે પકડાઇ ગયો છે. બિહાર વિદ્યાલય પરીક્ષા સમિતિએ ગણેશનું 12મીનું રીઝલ્ટ રોકવા અને તેની કોપી ફરિ તપાસવા આદેશ કર્યો છે.

આરોપ છે કે ગણેશે તેની ઉમર ખોટુ બતાવી દશમીની પરીક્ષા આપી હતી. જેથી તેનું દશમીનું રિઝલ્ટ રોકાઇ શકે છે. જાણકારી અનુસાર ગણેશના બે બાળકો છે જે પાંચમી અને ત્રીજી ક્લાસમાં અભ્યાસ કરે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર