1હજાર કરોડની બેનામી સંપત્તિ મામલે લાલુ યાદવના 22 સ્થળે આઇટીના દરોડા

May 16, 2017 03:36 PM IST | Updated on: May 16, 2017 03:36 PM IST

આરજેડીના નેતા લાલુ પ્રસાદ યાદવ પર આઇટી વિભાગે મોટી કાર્યવાહી કરી છે. સુત્રોના દાવા મુજબ લાલુ યાદવના દિલ્લી-ગુરુગ્રામ સ્થિત 22 સ્થળો પર દરોડા પડ્યા છે. ન્યુઝ18 ઇન્ડિયા અનુસાર જમીન સોદાને લઇ દરોડા પડ્યા છે. આરોપ છે કે 1 હજાર કરોડની બેનામી જમીનનો સોદો કરાયો છે.

જાણકારી અનુસાર કાર્યવાહીની સૂચના મળ્યા પછી લાલૂ યાદવ પાર્ટી નેતાઓ સાથે ઇમરજન્સી બેઠક કરી છે. મીટિંગ પછી રણનીતીનો ખુલાસો કરશે. બીજી તરફ બીજેપી નેતાએ કાર્યવાહીનો બચાવ કરતા કહ્યુ કે કેન્દ્ર સરકાર કોઇ સામે બદલાની ભાવનાથી કાર્યવાહી નથી કરતું.

1હજાર કરોડની બેનામી સંપત્તિ મામલે લાલુ યાદવના 22 સ્થળે આઇટીના દરોડા

આઇટીના એક વરીષ્ઠ અધીકારીએ ક હ્યુ કે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર સાથે જમીનની ડીલમાં સામેલ લોકો અને વેપારીઓને ત્યા તપાસ થઇ રહી છે. તેમના પર 1 હજાર કરોડરૂપિયાની બેનામી સંપતી અને તેના પર લાગતો ટેક્સની ચોરી કરવાનો આરોપ છે.

કાર્યવાહી પર શુ કહ્યુ લાલુ યાદવે

કાર્યવાહી પર લાલુએ કહ્યુ કે આરએસએસ-બીજેપીને લાલુના નામથી કમકમાટી છુટે છે. તેમને ખબર છે લાલુ તેમના જુઠા, લૂંટ અને જુલમી કારોબારને ખતમ કરી રહ્યા છે એટલે દબાણ બનાવો. તેમણે આરોપ લગાવ્યો અવાજ દબાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. પણ અમે પાછળ હટીશું નહી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર