પટનામાં બીજેપી કાર્યાલય પર લાલુ સમર્થકોનો હંગામો, ગાડીઓના કાચ તોડી,મોદી વિરુદ્ધ કર્યા સુત્રોચ્ચાર

May 17, 2017 02:15 PM IST | Updated on: May 17, 2017 02:15 PM IST

બિહારની રાજધાની પટણામાં બીજેપીના પ્રદેશ કાર્યાલય પર આજે લાલુના સમર્થકોએ હંગામો મચાવ્યો હતો. બપોરે 12 કલાકે ટોળું બીજેપી કાર્યાલય પર પહોચી પત્થરમારો કર્યો હતો. લાલુ સમર્થકોએ મોદી વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.

જાણવા મળ્યા અનુસાર આરજેડી સમર્થક અને લાલુના સમર્થકો હોવાનું મનાય છે. પ્રત્યક્ષદર્શિના કહેવા અનુસાર યુવા રાજદના સમર્થકો બુધવારે અર્ધનગ્ન થઇ પ્રદર્શન કરવા બીજેપી કાર્યાલય પહોચ્યા હતા. જ્યાં બીજેપી અને રાજદ કાર્યકરો વચ્ચે ઝડપ થઇ હતી. પછી ઉગ્ર બનેલા લાલુ સમર્થકોએ કાર્યાલય પર પત્થરમારો કર્યો હતો.

પટનામાં બીજેપી કાર્યાલય પર લાલુ સમર્થકોનો હંગામો, ગાડીઓના કાચ તોડી,મોદી વિરુદ્ધ કર્યા સુત્રોચ્ચાર

આ પત્થરમારામાં પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓને પણ ઇજા પહોચી હતી. પોલીસ ઘટના સ્થળે પહોચી સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

સુચવેલા સમાચાર