કાળાનાણા સામે ઇડીની મોટી કાર્યવાહી,16 રાજ્યોમાં 300 નકલી કંપનિઓ પર દરોડા

Apr 01, 2017 01:21 PM IST | Updated on: Apr 01, 2017 01:21 PM IST

ઇડી દ્વારા દેશભરમાં આજે દરોડા પડાયા છે. જાણકારી મુજબ અધિકારી એક સાથે 300 ફર્જી કંપનીઓના સરનામા પર કાળુંનાણું બહાર લાવવા ત્રાટક્યા છે.

અત્યાર સુધી 16 રાજ્યોમાં લગભગ 100 જગ્યાએ એકસાથે દરોડા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઇડીના અનેક અધિકારી કોલકાત,દિલ્હી,બેગલુરુ, મુંબઇ, ચંદીગઢ, પટના, હૈદરાબાદ, ચેન્ના,કોચિ સહિતના જગ્યાએ દરોડા પાડ્યા છે.

કાળાનાણા સામે ઇડીની મોટી કાર્યવાહી,16 રાજ્યોમાં 300 નકલી કંપનિઓ પર દરોડા

દરોડામાં ઇડીએ વિશ્વજ્યોતિ રિયલ્ટસ પ્રાઇવેટ લિમિટેડ, હૈદરાબાદ એવ અન્ય કંપનીઓની 3.04 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી છે. આ પર પ્રિવેશન ઓફ મની લોન્ડિગ એક્ટ(પીએમએલએ) અંતર્ગત કાર્યવાહી કરાશે.

નોટબંધી પછી કાળુનાણુ ખપાવવા ફર્જી કંપનીઓ બનાવાઇ હોવાનો અધીકારીઓને શક છે અને આ કંપનીઓ દ્વારા વિદેશમાં નાણા મોકલાયા છે. અત્યાર સુધી અનેક મહત્વપુર્ણ દસ્તાવેજ મળી ચુક્યા છે. 100 કરોડથી વધુની લેવડ-દેવડના સબુત પણ હાથ લાગ્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર