ભોપાલથી 11 પાકિસ્તાની જાસૂસોની ધરપકડ,કોલ સેન્ટરની આડમાં આઇએસઆઇને પહોચાડતા ગુપ્ત માહિતી

Feb 09, 2017 03:11 PM IST | Updated on: Feb 09, 2017 03:11 PM IST

મધ્યપ્રદેશ પોલીસની એટીએસએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ માટે જાસૂસી કરતા 11 શકમંદોની ધરપકડ કરી છે. તેમના પર કોલ સેન્ટરની આડમાં સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીને આપવાનો આરોપ છે.

એટીએસ ચીફ સંજીવ શમીએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી જાસૂસી રેકેટ અંગે ખુલાસો કર્યો હતો. ચીફએ જણાવ્યુ હતું કે અત્યાર સુધી ગ્વાલિયરથી પાંચ, ભોપાલમાં ત્રણ,જબલપુરમાં બે અને સતનામાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે રેકેટમાં સ્થાનિક મોબાઇલ કંપનીઓના કર્મચારીઓની મિલિભગતના સંકેતો પણ મળ્યા છે.

ભોપાલથી 11 પાકિસ્તાની જાસૂસોની ધરપકડ,કોલ સેન્ટરની આડમાં આઇએસઆઇને પહોચાડતા ગુપ્ત માહિતી

આરોપી કોલ સેન્ટરનું સંચાલન કરતા હતા. સેન્ટરની આડમાં નોકરી અને લોટરીની આડમાં સુચનાઓની લેણ-દેણ કરાઇ રહી હતી.

જમ્મુ કશ્મીરથી મળ્યા સબુત

ગત વર્ષે જમ્મુ-કશ્મીરના સુખવિંદર અને દાદૂ બે આરોપીઓની ધરપકડ થઇ હતી. આ બંનેની પુછપરછમાં ખુલાસો થયો હતો કે દેશદ્રોહી ગતિવિધીયોમાં મધ્યપ્રદેશથી મદદ મળી રહી હતી. આ ઇનફુટ આધારે એટીએસએ તપાસ કરી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર