પોરબંદરઃભીમા દુલા પર ફાયરિંગમાં બે ઝબ્બે,સુત્રધાર હજુ ફરાર

Jan 30, 2017 01:31 PM IST | Updated on: Jan 30, 2017 01:31 PM IST

પોરબંદરઃ પોરબંદરના આદિત્યાણામાં 5 દિવસ પૂર્વે કુખ્યાત ભીમા દુલા પર ફાયરિંગ કરવાના ગુનામાં પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી છે.પોરબંદર એસઓજી પોલીસે આદિત્યાણાના ગ્રામ્ય વિસ્તારમાંથી બે આરોપીઓને પકડ્યા છે. જેઓ સગીર વયના હોવાનુ સામે આવી રહ્યુ છે.

નોધનીય છે કેફરિયાદી ભીમા દુલાએ રાણાવાવ પોલીસ સ્ટેશનને આપેલી ફરિયાદમાં સલીમ મુંદરા અને પાંચ અજાણ્યા શખ્સો દ્વારા તેઓ પર ફાયરિંગ કરવામાં આવ્યુ હોવાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ કેસનો મુખ્ય આરોપી સલીમ તો હજુ પોલીસના હાથે લાગ્યો નથી. ત્યારે આ કેસના અન્ય બે આરોપીઓ પોલીસને હાથે ચડતા જોવુ રહ્યુ કે પોલીસ દ્વારા આ આરોપીઓની પૂછપરછમાં અન્ય આરોપીઓ અંગેની કોઈ જાણકારી મળે છે કે નહી.

પોરબંદરઃભીમા દુલા પર ફાયરિંગમાં બે ઝબ્બે,સુત્રધાર હજુ ફરાર

ભીમા દુલા ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર