ભરૂચ નેશનલ હાઇવે પર બે લક્ઝરી અથડાતા 3ના મોત

May 23, 2017 03:15 PM IST | Updated on: May 23, 2017 03:15 PM IST

ભરૂચ નેશનલ હાઇવે ૮ ઉપર અંકલેશ્વર પાસે ખરોડ ચોકડી નજીક બે લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 3 મુસાફરના મોત નીપજ્યા હતા. જયારે ૧૫ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ભરૂચ નેશનલ હાઇવે પર બે લક્ઝરી અથડાતા 3ના મોત

વહેલી સવારે સુરત તરફ જતી સ્લીપર કોચ લક્ઝરી બસનો ચાલાક વાહન ઉપરથી કાબુ ગુમાવતાં બસ ડિવાઈડર અંડોળી રોન્ગ સાઈડ પહોંચી ગઈ હતી અને સામેથી આવતી અન્ય એક બસ સાથે ટકરાઈ હતી. ટક્કર બાદ બંને વાહનો રોડની સાઈડ ઉપર આવેલ કાંસમાં ઉતરી ગઈ હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર