કેરલમાં RSS સ્વયં સેવકો પર હુમલાના પડઘા, ભરૂચમાં રેલી કાઢી વિરોધ

Mar 01, 2017 09:04 PM IST | Updated on: Mar 01, 2017 09:04 PM IST

ભરૂચઃકેરળમાં કમ્યુનીસ્ટો દ્વારા રાષ્ટ્રીય સ્વય સેવક સંઘના કાર્યકરોને નિશાન બનાવી તેઓની હત્યા કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ભરૂચ આર.એસ.એસ.દ્વારા રેલી કાઢી ધરણા પ્રદર્શનો યોજાયા હતા. શહેરના શક્તિનાથ વિસ્તારમાંથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી કલેકટર કચેરના પરિસરમાં ધરણા કરવામાં આવ્યા હતા.

કેરળમાં કમ્યુનીસ્ટો દ્વારા રાષ્ટ્રીય સ્વય સેવક સંઘ તેમજ હિંદુ સંગઠનોના કાર્યકરોને નિશાન બનાવી તેઓની હત્યા કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું.કેરળમાં અત્યાર સુધી ઘણા કાર્યકરોની હત્યા થઇ હોવાના આક્ષેપ સાથે અધિક કલેકટરને આવેદન પત્ર પાઠવી કેન્દ્ર સરકાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરે એવી માંગ કરવામાં આવી હતી.આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જીલ્લા ભાજપના આગેવાનો તેમજ વિવિધ સમાજના સભ્યો પણ જોડાયા હતા.

કેરલમાં RSS સ્વયં સેવકો પર હુમલાના પડઘા, ભરૂચમાં રેલી કાઢી વિરોધ

જુનાગઢ માં કેરળ ના બનાવ ના વિરોધ માં ધરણા તેમજ આવેદન

જુનાગઢઃ શહેરના નાગરિક મંચના નેજા હેઠળ કેરળમાં થયેલી હિંસાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કલેકટરને આવેદન આપી જવાબદારો સામે પગલા લેવા માંગ કરવામાં આવી હતી.કેરળમાં આર.એસ.એસ. તેમજ ભાજપના કાર્યકરો પર હુમલા કરવામાં આવે છે તેવા આક્ષેપ સાથે જુનાગઢ શહેર  ભાજપ ના હોદેદારો તેમજ આર.એસ.એસ ના હોદેદારો તેમજ કાર્યકરોએ ધરણા યોજ્ય હતા અને બાદમાં રેલી સ્વરૂપે કલેકટરને રાષ્ટ્રપતિને સંબોધતું આવેદન પત્ર આપ્યું હતું અને કેરળની ઘટનાઓને  વખોડી હતી.

 

સુચવેલા સમાચાર