ગુજરાતમાં કોંગ્રેસ 2/3 બેઠકો સાથે સરકાર બનાવશેઃ ભરતસિંહ સોલંકી

Jun 01, 2017 10:40 AM IST | Updated on: Jun 01, 2017 10:40 AM IST

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જુથવાદ પર પુર્ણ વિરામ મુકતા આજે કહ્યુ હતું કે હું અને બાપુ સાથે જ છીએ. રાજકોટમાં પત્રકાર પરિષદમાં ભરતસિંહે જણાવ્યું હતુ કે બાપુ સક્ષમ વ્યક્તિ છે. બાપુ કોંગ્રેસ સાથે જ છે. તેઓ નારાજ નથી અને દમદાર જીત મેળવવા કોંગ્રેસનું લક્ષ્ય છે.

બાપુ અને હું આગામી ચુંટણી જીતાડવા સાથે પ્રયત્ન કરીશુ અને આગામી ચુંટણીમાં કોંગ્રેસને 2/3 બેઠકો આવશે.

ગુજરાતમાં કોંગ્રેસ 2/3 બેઠકો સાથે સરકાર બનાવશેઃ ભરતસિંહ સોલંકી

નોધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી બાપુ દિલ્હીમાં છે અને રાહુલગાંધી સાથે બેઠક કરી ચુક્યા છે. ત્યારે હવે બીજી તરફ ભરતસિંહે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સમાં શંકરસિંહના વખાણ કરી અને કોંગ્રેસમાં કોઇ જૂથવાદ નથી પરંતુ આગામી ચુંટણીમાં સાથે મળી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર