ટુટેલા પાટા પરથી પસાર થવાની હતી રાજધાની એક્સપ્રેક્સ,ગામલોકોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી

Feb 08, 2017 02:13 PM IST | Updated on: Feb 08, 2017 02:13 PM IST

બુધવારે બિહારમાં રાજધાની એક્સપ્રેક્સ દુર્ઘટનાગ્રસ્ત બનતા બારબાર બચી છે. ઘટના બિહારના ખગડિયા જિલ્લાના માનસી પ્રખંડ પાસેની છે.

ગામ લોકોની સતર્કતાથી સમય રહેતા મોટી દુર્ઘટના ટાળી શકાઇ છે. બખ્તિયારપુર ગામ પાસે લોકોએ બુધવારે સવારે લગભગ આઠ વાગ્યા રેલવેનો પાટો ટુટેલો જોયો હતો. આ દરમિયાન ટ્રેક પરથી રાજધાની એક્સપ્રેક્સ પસાર થવાની હતી. લોકોએ આની સુચના તાત્કાલીક રેલવે અધિકારીઓ સુધી પહોચાડી હતી.

ટુટેલા પાટા પરથી પસાર થવાની હતી રાજધાની એક્સપ્રેક્સ,ગામલોકોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી

જાણકારી મળતા જ રેલવેના પીડબલ્યુઆઇ અને આરપીએફના ઇન્સપેક્ટર ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને રેલવે પાટો તુટેલો જોયો હતો. ટુટેલા પાટાથી જુગલ પ્લેટ લગાવી ટ્રેનને રવાના કરાઇ હતી. આ દરમિયાન લગભગ તેર મિનિટ સુધી 13236 ડાઉન દિલ્હી-ડિબ્રુગઢ રાજધાની એક્સપ્રેક્સ ટ્રેન બખ્તિયારપુર ગામ પાસે રોકી રખાઇ હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર