અમદાવાદઃબારેજા ચોકડી પાસે કાર રેલીંગ સાથે અથડાઇ,બે મિત્રોના મોત

Jan 03, 2017 06:37 PM IST | Updated on: Jan 03, 2017 06:37 PM IST

અમદાવાદઃ શહેરમાં દિવસેને દિવસે અકસ્માતના કિસ્સા ઓ વધી રહ્યા છે . અમદાવાદના બારેજા ચોકડી પાસે કાર અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે. જમાલપુરના બોટાવાળા કમ્પાઉન્ડમાં રહેતા ત્રણ મિત્રો ફરવા માટે ખેડા ગયા હતા .

વહેલી સવારે ખેડાથી પરત ફરતી સમયે કારે ચલાવી રહેલ જુનેદએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર હાઈવેની રેલીંગ સાથે ટકરાઈને ફંગોળાઈ હતી. ઘટના સ્થળે જ 20 વર્ષીય જુનેદ અને સોહેલનું કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે અન્ય એક મિત્રને ગંભીર ઈજા પહોચતા સારવાર માટે વી એસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા અસલાલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદઃબારેજા ચોકડી પાસે કાર રેલીંગ સાથે અથડાઇ,બે મિત્રોના મોત

સુચવેલા સમાચાર