અમદાવાદઃબાપુનગરમાં જુની અદાવતમાં યુવક પર ચાર રાઉન્ડ ફાયરિંગ

Apr 05, 2017 02:54 PM IST | Updated on: Apr 05, 2017 03:12 PM IST

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે 3 થી 4 રાઉન્ડ ફાયરીંગ થતાં ચકચાર મચી ગઇ છે.જો કે અંગત અદાવતમાં આ ફાયરીંગ થયું હોવાનું જાણવા મળ્યું છે.અમદાવાદના હીરાવાડી રોડ પર આવેલા શિલ્પ આર્કેડ નજીક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે.

સાપ્તાહિક ન્યૂઝ પેપર ચલાવતા અને બાપુનગર હીરાવાડી ચાર રસ્તા પાસે આવેલ શિલ્પ આર્કેડમાં ઓફિસ ધરાવતાં મોહિત જોષી પર 4થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહિ પણ ફાયરિંગથી નાસભાગ મચી ગઇ છે.નિતેનસિંહ તોમર અને તેના સાગરીતોએ ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.

બાપુનગરમાં થયેલી ફાયરિંગ ઘટનામાં પોલીસે 4 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અગાઉ અસામાજિક તત્વોએ એક વ્યક્તિને માર મારતા થયેલી તકરારની અદાવત રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે. આ તકરારની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલમાં પોલીસે ફાયરિંગ ની ઘટનામાં ગુનો નોંધ્યો છે.

 

સુચવેલા સમાચાર