રંગમાં પડ્યો ભંગ: બનાસકાંઠામાં ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ

Mar 13, 2017 04:15 PM IST | Updated on: Mar 13, 2017 11:25 PM IST

bhukamp

બનાસકાંઠા #જિલ્લામાં આજે 3:53 વાગ્યે ભૂકંપના આંચકાથી ફફડાટ પ્રસર્યો હતો. ભૂકંપના હળવા આંચકાથી લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. ભૂકંપને પગલે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઇ હતી.

રંગમાં પડ્યો ભંગ: બનાસકાંઠામાં ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ

જિલ્લાના પાલનપુર, વડગામ,ધાનેરા, અમીરગઢ, પાંથાવાડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 4.5 નોંધાઇ હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ડિસાથી ઉત્તર પશ્વિમ દિશામાં 32 કિમી દુર નોંધાયું હતું. જે જમીનથી 10 કિમી નીચે હતું.

ભૂકંપના આંચકાને પગલે લોકો મકાનમાંથી બહાર દોડી આવ્યા હતા અને ભયનો માહોલ છવાયો હતો. ભૂકંપને પગલે લોકોમાં ભારે ફફડાટ પ્રસર્યો હતો. જોકે આ ભૂકંપમાં જાનહાનિ અને મોટા નુક્શાનીની કોઇ વિગતો સામે આવી નથી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર