બનાસકાંઠા:વરસાદી પૂરની સ્થિતિના 1 મહિના બાદ 3ગામડાઓમાં આજે પણ આઠ ફૂટ પાણી

Aug 18, 2017 02:49 PM IST | Updated on: Aug 18, 2017 02:50 PM IST

બનાસકાંઠા#  કુદરત ના કોપ સમાન ભારે વરસાદ થી પૂર ની સ્થિતિ નિર્માણ પામે છે જો કે તબાહી ની તસ્વીર સમયાંતરે બદલાતી હોય છે. ત્યારે બનાસકાંઠા માં વરસાદી પૂર ની સ્થિતિના અેક મહિના બાદ પણ થરાદ તાલુકાના 3 ગામડાઓ માં આજે પણ સાત થી આઠ ફૂટ પાણી ભરાયેલા છે.

 સામાન્ય રીતે વરસાદી પૂર ને પગલે તબાહ થયેલા લોકો ની સરકાર સામે કેશડોલ  સહીત આર્થિક સહયોગ ની બુમરાડ મચાવતા હોય છે જો કે બનાસકાંઠા  તાલુકા ના નાગલા,ડોડગામ અને ખાનપુર માં સ્થિતિ કૈક અલગ છે. આ વિસ્તાર ના ગામડાઓમાં આજે પણ આર્થિક સહયોગ કરતા ગામ માં રહેલું પાણી દુર કરવાની વાત ને પ્રાધાન્ય આપી રહ્યા છે. એક તરફ સમગ્ર ગામ ની ભૌગોલિક સ્થિતિ ને જોતા આ વિસ્તાર કરતા આસપાસ નો વિસ્તાર ખુબ ઊંચાઈ પર છે જેના પગલે છેલા ૩ વર્ષ થી વરસાદી પાણી સમગ્ર ગામ તેમજ ખેતરો માં ભરાઈ જાય છે અને શરુ થાય છે પરેશાની નો નવો અધ્યાય સમગ્ર ગામ માં જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ જોવા મળે છે.  જેના પગલે આ વિસ્તાર કોઈ તળાવ કે દરિયા વચ્ચે કોઈ બેટ માં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામાન્ય બની જાય છે. જો કે વહીવટી તંત્ર પ્રત્યે આજે પણ સ્થાનિકો એક જ માંગ કરી રહ્યા છે કે અમને ગામ માં થી પાણી દૂર કરી આપો સામાન્ય રીતે ગામડા ઓ માં સરકારી સહાય માટે ભારે રોષ હોય જોકે અહીં સ્થાનિકો ને સરકારની આર્થિક મદદ કરતા પાણી ની દૂર કરવાની સમસ્યા વધુ સતાવી રહી છે। સ્થાનિકો ના મતે પાણી ના કાયમી ઉકેલ માટે ઠોસ પ્રયાસ જરૂરી છે. આ વિસ્તાર માં રિચાર્જ બોરવેલ તેમજ 2 કિલોમીટર જેટલી કેનાલ બનાવાય તેમજ ઉપરવાસ થી આવતું પાણી રોકાય તો આ વિસ્તાર ના 3 ગામડા ફરી થી ખુશહાલ બની શકે છે.

જળ એ જીવન છે જો કે આ વિસ્તાર ના લોકો માટે જળ એ જ એક વિકરાળ સમસ્યા બની ચુકી છે આ વિસ્તાર માં 2015 માં વરસાદી પૂર થી આવી જ સ્થિતિ નિર્માણ પાણી હતી તેમજ 2017 માં પણ સમગ્ર ગામ અને ખેતરો જળબમ્બાકાળ બન્યા છે। ગામ માં રહેતાં લોકો હાલમાં ઊંચાઈ વાળી જગ્યા પર આશરો મેળવ્યો છે જો કે ગામ માં પશુપાલન અને અભ્યાસ કરતા બાળકો માટે પણ સ્થિતિ કપરી બની છે છેલ્લા ત્રણ સપ્તાહથી વધુ સમય વીતવા છતાં આજે પણ ગામ માં પાણી નો કોઈ જ ઉકેલ ન આવતા સ્થાનિકો ની સ્થિતિ દયનિય બની છે.

એક તરફ સમસ્યા થી ઘેરાયેલા લોકો છે તો બીજી તરફ આ વિસ્તાર ની ભૌગોલિક સ્થિતિ ને પગલે તંત્ર પણ પાણી દૂર કરવામાં લાચાર જો કે આ વિરોધાભાસી સમસ્યા થી નાગલા,ડોડગામ અને ખાનપુર ના લોકો ક્યારે આઝાદ થશે એ તો સમય જ બતાવશે

સુચવેલા સમાચાર