બનાસકાંઠાઃચેટિંગની જાળમાં ફસાવી કરાયું અપહરણ, પછી શું થયું જાણો

May 27, 2017 06:10 PM IST | Updated on: May 27, 2017 06:10 PM IST

ખાનગી કંપનીના ફિલ્ડ ઓફિસરને વી ચેટના માધ્યમથી કુલ 7 આરોપી દ્વારા અપહરણ કરી 1 લાખની ખંડણી માંગનારા આરોપીઓને ઝડપી લેવામાં બનાસકાંઠા એલસીબી પોલીસ ને સફળતા મળી છે.બનાસકાંઠાના પાલનપુર નજીક ખાનગી કંપનીમાં કામ કરતા ફિલ્ડ ઓફિસર ને 2 યુવકો એ જગાણા પાસે અપહરણ કર્યું હતું. તેમજ યુવતી સાથે વાત કરવાના મુદ્દે અપહરણ કરી રૂપિયા 1 લાખ ની માંગી હતી ખંડણી માગી હતી.

જો કે આ મુદ્દે એલસીબી ને જાણ કરાતા બનાસકાંઠા એલસીબી પોલીસ એ અપહતને જગાણા નજીક હાઇવે પર આવેલી તોરલ હોટલ પાસે છોડાવ્યો હતો તેમજ અપહરણકરો ને ઝડપી પાડ્યા હતા. જેમાં બે આરોપી ને કાર સાથે ઝડપી લેવાયા છે તેમજ અન્ય પાંચ આરોપી આ અપહરણ માં સંડોવાયેલ છે. જેના આરોપીઓ વડગામના કાણોદર ગામ નાં વતની હોવાનું ખુલ્યું છે. તેમજ હજુ 5 આરોપીઓ ફરાર છે જેમની શોધ શરુ છે, જો કે પોલીસે આ મુદ્દે હાલ માં 2 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાઃચેટિંગની જાળમાં ફસાવી કરાયું અપહરણ, પછી શું થયું જાણો

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર