બહુચરાજીઃપતંગ ઉતારવા જતા વીજકરંટથી બે બાળકોના મોત

Jan 22, 2017 12:06 PM IST | Updated on: Jan 22, 2017 12:06 PM IST

મહેસાણાઃમહેસાણા જીલ્લાના પ્રખ્યાત યાત્રાધામ બહુચરાજીમાં પતંગ ઉતારવા જતા વીજકરંટથી બે બાળકોના મોતને પગલે ભારે ગમગીનીનો માહોલ છવાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ આજે બહુચરાજી ચૌધરી સમાજની વાડીમાં 12 વર્ષીય બે બાળકો લાઇટના થાંભલા પરથી પતંગ ઉતારવા પ્રયાસો કરતા હતા ત્યારે તેમને અચાનક વીજકરંટ લાગ્યો હતો જો કે વીજપ્રવાહના તેજ ઝટકાને પગલે બંને બાળકોના મોત થયા છે.

બહુચરાજીઃપતંગ ઉતારવા જતા વીજકરંટથી બે બાળકોના મોત

બંને મૃતકો મહેસાણા જિલ્લાના  મેવડ ગામના  હોવાનું જાણવા મળે છે. મોને પગલે ચૌધરી પરીવારમાં ગમગીની પ્રસરી છે. બહુચરાજી પોલીસ તેમજ મામલતદાર ઘટના સ્થળે પહોચ્યા છે. મૃતક બાળકોને પીએમ અર્થે બહુચરાજી સિવિલ હોસ્પિટલ લઇ જવાયા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર