રિલીજ થયા પહેલા જ બાહુબલી-2 એ કમાઇ લીધા 500 કરોડ

Feb 02, 2017 10:58 AM IST | Updated on: Feb 02, 2017 10:58 AM IST

નવી દિલ્હી #ફિલ્મ બાહુબલી-2નો ઇંતજાર આખો દેશ કરી રહ્યો છે. પહેલી ફિલ્મ બાહુબલીની સફળતા બાદ એની બીજી ફિલ્મ જોવા માટે લોકો ઉત્સુક છે. આ ફિલ્મ જાણે કમાણીના રેકોર્ડ તોડવા માટે જ બની હોય એવું લાગી રહ્યું છે. રિલીજ થયા પહેલા જ આ ફિલ્મે 500 કરોડ રૂપિયા કમાઇ લીધા છે. ફિલ્મે પોતાના થિયેટ્રિકલ રાઇટ્સ વેચવાથી જ આટલી કમાણી કરી છે.

બાહુબલી-2 તામિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીજ થઇ રહી છે. આ ત્રણેય ભાષાઓ માટે ડિસ્ટ્રિબ્યૂટર્સે સારી એવી રકમ આપી છે. આ ફિલ્મે થિયેટ્રિકલ રાઇટ્સથી રેકોર્ડબ્રેક કમાણી કરી છે. આ બોલીવુડની મોટી ફિલ્મોને પણ ટક્કર આપનારી છે. એવામાં રિલીજથી પહેલા આટલી કમાણી કરનારી આ પહેલી ફિલ્મ છે.

રિલીજ થયા પહેલા જ બાહુબલી-2 એ કમાઇ લીધા 500 કરોડ

ફિલ્મનું હિન્દી વર્જન 120 કરોડ રૂપિયા, તેલુગુ વર્જન 130 કરોડ, તામિલ વર્જન 47 કરોડ રૂપિયામાં વેચાયું છે. કેરલમાં 10 કરોડ, કર્ણાટકમાં 45 કરોડમાં વિતરણ અધિકાર વેચાયા છે. ઉત્તરી અમેરિકામાં 45 કરોડમાં ડ્રિસ્ટ્રીબ્યૂશન રાઇટ્સ વેચાયા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર બાહુબલીના નિર્માતાને આશા છે કે, એમની ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર સફળ રહેશે. આ માટે એમણે ફિલ્મ વિતરકો પાસેથી વધુ રકમ માંગી હતી. વિતરકોએ પહેલા તો આનાકાની કરી પરંતુ એમને પણ આશા છે કે આ ફિલ્મ સારી સફળ રહેશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર