આશ્ચર્ય કહો કે કુદરતની કરામત,મહિલાએ આપ્યો ચાર પગ વાળા બાળકને જન્મ

Jan 03, 2017 07:06 PM IST | Updated on: Jan 03, 2017 07:46 PM IST

હિંમતનગરઃ પોશીનાના ગન્છાલી ગામની મહિલાની કુખે આજે એક અનોખા બાળકને જન્મ આપ્યો છે અને તા બાળકને જોવા લોકોના ટોળાઓ ઉમટી પડ્યા છે. આ આશ્ચર્ય ચકિત ઘટનાને લઇને કુતુહલ વસ લોકોના ટોળા જામ્યા છે. લોકો આને કુદરતની કરામત માને છે.

વાત છે સાબરકાંઠા જીલ્લાના પોશીના ગંન્છાલી ગામની કે જ્યાના એક સરકારી દવાખાનામાં એક અનોખા બાળકનો જન્મ થયો છે અને આ બાળકને ચાર પગ છે અને બે હાથ પણ છે. તો હાલ આ બાળકની સ્થિતિ પણ સારી છે. આ બાળકની માતા અને બાળકની સ્થિતિ સારી હોવાનું હાલ તો તબીબો જણાવી રહ્યા છે. પણ રંગસૂત્રોની ઉણપ અને જીનેટિક પ્રોબ્લેમને કારણે ભાગ્યેજ ચાર પગ વાળા બાળકનો જન્મ થતો હોય છે તેવુ હાલ તો મનાઈ રહ્યુ છે અને આ અનોખા બાળકને જોવા લોકોના ટોળા હાલ તો ઉમટી પડ્યા છે.

સુચવેલા સમાચાર