બાબુ બોખરીયાનો બફાટ: મોદીને 1947માં જ પ્રધાનમંત્રી બનાવવા જોઇતા'તા

Oct 27, 2017 05:45 PM IST | Updated on: Oct 27, 2017 05:45 PM IST

પ્રધાન મંત્રી મોદીનાં વખાણ કરવામાં ભાજપ પાણી પૂરવઠા મંત્રી બાબુભાઇ બોખરીયાની જીભ લપસી ગઇ હતી. તેમણે પ્રધાનમંત્રી મોદીને યાદ કરતાં બાબુ ભાઇ બોલી ગયા કે, સન 1947માં જ કોંગ્રેસે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવાનું નક્કી કરી નાખવું હતું.

ખરેખરમાં બાબુ ભાઇ નરેન્દ્ર મોદી નહીં પણ સરદાર પટેલનું નામ બોલવા માંગતા હતા.પણ મોદી સાહેબ માટેનો પ્રેમ કહો તેમનો કે પછી મોદી સાહેબની તેમને આવતી યાદ હોય કે વર્ષ 1947માં જ્યારે મોદી સાહેબનો જન્મ પણ નહોતો થયો ત્યારે બાબુ ભાઇ બોખરિયાનાં લપસેલા વેણથી તેઓએ ત્યારે જ તેમને પ્રધાનમંત્રી બનાવવાની જાહેરાત કરી નાંખી હતી.

આજથી News18-Etv ગુજરાતી ચેનલ પર 'ખોટુ ન લગાડતા'.,.,નામની વ્યંગ સિરીઝ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે,,.અને રમૂજ કરવા માટે કે મજાક ઉડાવવા માટે નેતાઓના પાત્ર સિવાય બીજું કયુ ઉત્તમ પાત્ર હોઇ શકે ?.,..,.આમ તો અમારો આ વ્યંગ નેતાઓની ડે ટુ ડે કાર્યપદ્ધતિ કે રીતી-નીતિ કે પછી તેમના નિવેદનો પર છે.,..,.,જેથી નેતાઓને કે તેમના કાર્યકર્તાઓને વિનંતી છે કે હાસ્યરંગમાં ખોટું લગાડીને રંગમાં ભંગ કરશો નહીં,.,.,

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર