બાબુ બજરંગીની આંખે અંધાપો અને કાને બહેરાશ આવીઃહાઈકોર્ટમાં રજૂઆત

Jan 12, 2017 07:43 PM IST | Updated on: Jan 12, 2017 07:43 PM IST

અમદાવાદઃનરોડા પાટિયા તોફાન કેસમાં જેલમાં સજા કાપી રહેલા બાબુ બજરંગીએ હાઈકોર્ટમાં કાયમી જામીન અરજી કરી છે.હાઈકોર્ટે જેલના સત્તાધીશો પાસેથી રિપોર્ટ માગ્યો છે કે, બાબુ બજરંગી હાલ જેલમાં કેવી રીતે જીવન વ્યતિત કરી રહ્યો છે તે તેમની દૈનિક નિત્યક્રિયાઓ કેવી રીતે કરી રહ્યો છે તે જણાવો. આ કેસની વધુ સુનાવણી આવતા સપ્તાહે હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં બાબુ બજરંગીના વકીલની રજૂઆત હતી કે, બાબુ બજરંગી ડાયાબિટીસ સહિત વિવિધ રોગોથી પીડાય છે. છેલ્લા દોઢ વર્ષથી તેની આંખે અંધાપો આવ્યો છે અને કશુ જોઈ શકતા નથી. તેમના એક કાને બહેરાશ આવી ગઈ છે અને કંઈ સાંભળી શકતો નથી. જેલમાં કેદીએ દરેક કામ તેની જાતે જ કરવાનુ હોય છે.

બાબુ બજરંગીની આંખે અંધાપો અને કાને બહેરાશ આવીઃહાઈકોર્ટમાં રજૂઆત

બાબુ બજરંગી તેના કપડા ધોવા, જમવા કે પથારી પર સુવા માટે પણ બીજાના આધારિત બની ગયો છે.બાબુ બજરંગીને પ્રજ્ઞાચક્ષુને મળતી તાલીમ આપવામાં આવી રહી છે. જો કે તો પણ તે સક્ષમ નથી.મહત્વનુ છે કે, નરોડા પાટિયા તોફાન કેસમાં ખાસ અદાલતે બાબુ બજરંગીને જીવે ત્યાં સુધીની સજા ફટકારેલી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર