બાબરી વિધ્વંસ મામલે અડવાણી, ઉમા ભારતી અને કલ્યાણસિંહની મુશ્કેલી વધશે!

Mar 06, 2017 05:03 PM IST | Updated on: Mar 06, 2017 05:03 PM IST

નવી દિલ્હી #સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ વિધ્વંસ મામલાના કેસમાં થઇ રહેલી ઢીલાશ અંગે ચિંતા વ્યક્ત કરતાં સીબીઆઇને પુછ્યું કે લખનૌ અને રાયબરેલીના કેસને એક જ કોર્ટમાં કેમ ન ચલાવવા?

લખનૌ હાઇકોર્ટમાં કેસ બાબરી મસ્જિદનો ઢાંચો તોડી પાડવા અંગે જોડાયેલો છે. જ્યારે રાયબરેલી કોર્ટમાં કેસ ટોળાને ઉશ્કેરવાનો છે. લખનૌ કોર્ટે આ મામલે ષડયંત્રનો ગુનો હટાવી લાલ કૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, કલ્યાણસિંહ જેવા મોટા નેતાઓને પહેલા જ રાહત આપી ચૂકી છે.

બાબરી વિધ્વંસ મામલે અડવાણી, ઉમા ભારતી અને કલ્યાણસિંહની મુશ્કેલી વધશે!

બચાવ પક્ષની દલીલ હતી કે 2010માં હાઇકોર્ટ વિરૂધ્ધ સીબીઆઇએ 9 મહિના બાદ અપીલ કરી હતી. મોડી અપીલના કારણે આ કેસ રદ થઇ જાય પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માત્ર ટેકનિકલ ગ્રાઉન્ડને કારણે આરોપી નેતાઓને રાહત આપી ન શકાય. રાયબરેલી કેસમાં આ તમામ કલમો રાખવામાં આવી છે. હવે બધાની નજર સુપ્રીમ કોર્ટની 22 માર્ચે હાથ ધરાનાર સુનાવણી પર છે.

આ નિર્ણય જસ્ટિસ આર એસ નરીમન અને પી સે ઘોષે સીબીઆઇની અરજી સાંભળ્યા બાદ આપ્યો છે. જેમાં સીબીઆઇએ અલ્હાબાદ હાઇકોર્ટને ચેલેન્જ કરવાની વાત કરી છે.

22 માર્ચની સુનાવણીમાં નિર્ણય થશે કે 25 વર્ષ જુના આ કેસમાં આરોપી ભાજપના નેતાઓ સામે ફરીથી કેસ ચાલશે કે નહીં? આ કેસ સાથેના મુખ્ય આરોપીઓમાં ઉત્તરપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી કલ્યાણસિંહ કે જેઓ હાલમાં રાજસ્થાનના રાજ્યપાલ છે. તો ઉમા ભારતી કે જે હાલમાં કેન્દ્રિય મંત્રી છે. મુરલી મનોહર જોશી કાનપુરથી અને લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરથી સાંસદ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર