રામ મંદિર તો બનીને જ રહેશે, ફાંસીએ ચડવા પણ તૈયાર: ઉમા ભારતી

Apr 19, 2017 01:47 PM IST | Updated on: Apr 19, 2017 01:47 PM IST

નવી દિલ્હી #સુપ્રીમ કોર્ટે બાબરી વિધ્વંસ કેસ મામલે લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી સહિત નેતાઓ સામે કેસ આગળ ચલાવવા આદેશ આપતાં રાજકીય છાવણીમાં સન્નાટો વ્યાપો છે. તો આ મામલે ઉમા ભારતીએ કહ્યું કે રામ મંદિર તો બનીને જ રહેશે, રામ મંદિર મામલે ફાંસીએ ચડવા પણ તૈયાર છું.

વાંચો; બાબરી કેસ મામલે સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ

રામ મંદિર તો બનીને જ રહેશે, ફાંસીએ ચડવા પણ તૈયાર: ઉમા ભારતી

1992માં બાબરી વિધ્વંસ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો નિર્ણય આપતાં કહ્યું કે, બાબરી ઢાંચાને તોડવા માટે ઉશ્કેરણી કરવા મામલે લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી સહિતના નેતાઓ વિરૂધ્ધ કાર્યવાહી આગળ ચલાવવામાં આવે.

વાંચો : બાબરી મસ્જિદ વિવાદનો ઘટનાક્રમ

આ મામલે કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, રામ મંદિર તો બનીને જ રહેશે. રામ મંદિર મામલે જો ફાંસીએ ચડવું પડે તો પણ હું તૈયાર છું. કોંગ્રેસ દ્વારા રાજીનામાની માંગ કરવા મામલે એમણે કહ્યું કે, કોંગ્રેસને રાજીનામું માંગવાનો કોઇ હક નથી.

વાંચો : કોંગ્રેસે માંગ્યું ઉમા ભારતીનું રાજીનામું

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર