અમદાવાદઃઅમેરિકાના નાગરિકોને છેતરતા કોલ સેન્ટર પર દરોડા,10 ઝડપાયા

May 20, 2017 08:57 AM IST | Updated on: May 20, 2017 02:14 PM IST

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલ પ્રેસીડન્ટ હાઉસમાં ચાલતા કોલસેન્ટર પર પોલીસએ દરોડા પાડ્યાં છે.આંબાવાડી સર્કલ પાસે આવેલ પ્રેસીડન્ટ હાઉસમાં કોલસેન્ટર ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસએ રેડ કરીહતી.આ દરોડા દરમિયાન પોલીસએ મુખ્ય સંચાલક સહીત 10 થી વધુ લોકોની ધરપકડ કરી છે. સોમનાથ દુબે અને સાગર મહેતાની નામના શખ્સો આ કોલસેન્ટર ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે.જેમાં અમેરિકાના નાગરિકોને લોનની લાલચ આપીને પૈસા પડાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.જ્યારે કોલસેન્ટરમાં સૌથી મહત્વની લીડ હોય છે જે લીડ તેઓ ઓનલાઇન મેળવતા હતાં.હાલમાં પોલીસએ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર