ઔરંગાબાદ હૈદરાબાદ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી, 10 ઘાયલ, જુઓ EXCLUSIVE PHOTOS

Apr 21, 2017 10:22 AM IST | Updated on: Apr 21, 2017 10:22 AM IST

train123

નવી દિલ્હી #કર્ણાટકમાં કલ્ગુપુર અને ભાલ્કી સ્ટેશન વચ્ચે આજે સવારે ઔરંગાબાદ હૈદરાબાદ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતાં ફફડાટ પ્રસરી ગયો ગયો હતો. આ ર્દુઘટનામાં સદનસીબે મોટી જાની હાનિ ટળી છે પરંતું 10 લોકો ઘાયલ થયા છે.

ઔરંગાબાદ હૈદરાબાદ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી, 10 ઘાયલ, જુઓ EXCLUSIVE PHOTOS

ઇટીવીના અમારા સંવાદદાતા તરફથી મળેલી જાણકારી અનુસાર ટ્રેનનું એંજિન અને બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ર્દુઘટનામાં હજુ સુધી 10 લોકો ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે.

train_new

ઘાયલોને ભાલ્કી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. મંત્રી ઇશ્વરા ખાંન્દ્રેએ હોસ્પિટલની મુલાકાત લઇ ઘાયલોના ખબર અંતર પુછ્યા હતા.

train4

આ છે હેલ્પલાઇન નંબર :

હૈદરાબાદ માટે 040-23200865

પર્લી માટે -02446-223540

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર