આસુસ લાવ્યું ભારતનો પહેલો 8 જીબી રેમ, 23 મેગાપિક્સલ કેમેરાવાળો સ્માર્ટફોન

Jan 06, 2017 11:53 AM IST | Updated on: Jan 06, 2017 11:53 AM IST

નવી દિલ્હી #તાઇવાનમાં ચાલી રહેલા કન્ઝ્યૂમર ઇલેકટ્રોનિક શો સીઇએસ 2017માં પ્રમુખ ટેકનોલોજી કંપની આસુસે ગુરૂવારે બે સ્માર્ટફોન જેનફોન એઆર અને જેનફોન3 લોન્ચ કર્યા છે. આ પહેલો એવો સ્માર્ટફોન છે જે ટેન્ગો ઇનબેલ્ટ અને ડ્રેડીમ રેડી છે. કંપનીએ જેનફોન એઆ સ્માર્ટફોન આસુસ ટ્રાઇરોમ સાથે રજુ કર્યો છે. જેમાં ત્રણ કેમેરા સિસ્ટમ છે. જેનો રિયર કેમેરો 23 મેગા પિકસલ છે જેમાં એઆર ગેમિંગ, એઆર યૂટિલિટિઝ અને ઇન્ડોર નેવિગેશન સામેલ છે.

કંપનીનો દાવો છે કે, આસુસ જેનફોન એઆર, દુનિયાનો પહેલો ફોન છે. જેમાં 8 જીબી રેમ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 7.0 નૂગા ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. જેનફોન એઆરમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 821 પ્રોસેસર, 5.7 ઇંચ ડબલ્યૂક્યૂએચડી સુપર એમોલ્ડ ડિસ્પ્લે છે. સાથોસાથ ફોનને ઓવરહીટથી બચાવવા માટે વેપર કૂલિંગ સિસ્ટમ દાવો કરાયો છે.

આસુસ લાવ્યું ભારતનો પહેલો 8 જીબી રેમ, 23 મેગાપિક્સલ કેમેરાવાળો સ્માર્ટફોન

તો જેનફોન 3ની વાત કરીએ તો કંપનીનો દાવો છે કે આ ફોન ફોટોગ્રાફી માટે બનાવ્યો છે. જેમાં મોશન ટ્રેકિંગ કેમેરા, ઉંડાઇ માપનાર કેમેરો પણ છે. આ સૌથી હલકો અને પાતળો ફોન છે. જેમાં 5000 એમએએચની બેટરી છે.

ફોન માત્ર 7.9 એમએમ પાતળો છે. જેનું વજન 170 ગ્રામ છે. ગોરીલ્લા ગ્લાસથી સજ્જ આ ફોન 5.5 ઇંચ ફૂલ એચડી અમોલ્ડ ડિસ્પ્લેવાળો છે. જેનો રિયર કેમેરો 12 મેગા પિક્સલ છે. તો ફ્રન્ટ કેમેરા 13 મેગાપિક્સલ છે. આ ફોન એન્ડ્રોઇડ માર્શમેલો આધારિત છે.

ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર છે. જોકે હજુ એમાં રેમ અને સ્ટોરેજની કોઇ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ આ ટોપ વેરિએન્ટને 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે રજુ કરાઇ શકે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર