અમદાવાદઃફી મુદ્દે એશિયા સ્કૂલમાં વાલીઓનો હલ્લો,સંચાલકો આપી ચિંમકી

Apr 18, 2017 04:08 PM IST | Updated on: Apr 18, 2017 04:08 PM IST

અમદાવાદઃશહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એશિયા ઈંગ્લીશ સ્કૂલમાં ફી બાબતે વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.આજે વહેલી સવારે ફી વધારો પાછો ખેંચવા સુત્રોચાર કરી સંચાલકો સામે વિરોધ પ્રદર્શન શરૂ કરાયું હતું.

અમદાવાદઃફી મુદ્દે એશિયા સ્કૂલમાં વાલીઓનો હલ્લો,સંચાલકો આપી ચિંમકી

ડીઈઓએ પરિપત્રથી  ખાનગી શાળાઓને ફી વધારો નહિ કરવા સૂચના આપી હોવા છતાં પણ વસ્ત્રાપુર ખાતે આવેલી એશિયા  સ્કૂલના સંચાલકો દ્વારા ફી માં વધારો કરતા વાલીઓએ આજે હોબાળો મચાવ્યો હતો. એકઠા થયેલા વાલીઓ એ ફી વધારાના વિરોધમાં સુત્રોચાર કર્યા હતા અને ફી વધારો પાછો ખેંચવા માગ કરી હતી.

વાલીઓએ આક્ષેપ કરતા કહ્યું હતું કે,ફી બાબતે સંચાલકો દ્વારા બાળકો ને ટોર્ચર કરવામાં આવે છે. જો વાલીઓ ફી તાત્કાલિક નહિ ભારે તો પ્રાથમિક સુવિધા આપવામાં નહીં આવે તેમ જાણવામાં આવ્યું . તો અંગે શાળા ના પ્રિન્સિપાલ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું  ફી વધતો જુના ટર્મ પ્રમાણે સાધારણ કરવામાં આવ્યો છે અને જેની વાલીઓને કરવામાં આવી હતી. તો વધુ માં જણાવ્યું હતું કે આ ખાનગી શાળા છે જેમાં શિક્ષકો અને અન્ય સ્ટાફ નો પગાર પણ ચૂકવો પડતો હોય છે એટલે ફી વધારો જરૂરી છે.

 

સુચવેલા સમાચાર