મહોત્સવનો ચોથો દિવસ,1008 કુંડી હવન એક જ જ્ઞાતિના યુગલની યજમાનીથી રેકોર્ડ સર્જાશે

Jan 20, 2017 11:19 AM IST | Updated on: Jan 20, 2017 02:20 PM IST

કાગવડઃસૌરાષ્ટ્રમાં કાગવડમાં આજે ખોડલધામ મહોત્સવનો ચોથો દિવસ છે.પ્રધાન જયેશ રાદડીયા 1008 હવનકુંડી યજ્ઞમાં યજમાન તરીકે બેઠા છે.નામાંકિત ઉદ્યોગપતિઓ, પાટીદારો યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે. 1008 હવનકુંડી યજ્ઞ 12 વાગ્યા સુધી ચાલશે.

ખોડલધામમાં સવારથી જ શ્રદ્ધાળુઓનો પ્રવાહ ઉમટ્યો છે.મંદિર સંકુલમાં જય ખોડલના નાદ સાથે ભક્તિમય માહોલ છવાયો છે.આવતીકાલે માં ખોડલ સહિત 21 દેવી-દેવતાઓની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાશે.પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

1008 કુંડી હવનમાં 604 યજમાનો, 927 ભૂદેવો દ્વારા વૈદિક ઉચ્ચારણથી ભક્તિમય માહોલ છવાયો છે.1008 કુંડી હવન એક જ જ્ઞાતિ દ્વારા થતાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ સર્જાશે.1008 કુંડી હવન એક જ જ્ઞાતિ દ્વારા થતાં એશિયા બુક ઓફ રેકોર્ડ સર્જાશે.

કાગવડ-ખોડલધામના મહોત્‍સવમાં દિવ્‍ય માહોલ યથાવત રહ્યો છે. ભક્‍તિરસ અનરાધાર વરસી રહ્યો છે.  લેઉવા પાટીદાર સમાજના લોકો તો દેશ-વિદેશથી મોટી સંખ્‍યામાં ઉમટયા છે અને દર્શન-પ્રસાદનો લાભ લઇ રહ્યા છે. યજ્ઞશાળાની અંદર ૧૫ ફૂટના પ્રદક્ષિણા પથમાં ૫૦ મહિલા કાર્યકર્તાઓ વ્‍યવસ્‍થા સંભાળશે. ૨૧ મુખ્‍ય યજમાનો માટે રહેવાના ટેન્‍ટથી આશરે ૫૦ મીટર જ દૂર જુદી જગ્‍યાએ પાર્કિગની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર