ગેહલોત ત્રણ દિવસ ગુજરાતમાં, કોંગ્રેસના જિલ્લા પ્રમુખો સાથે કરશે ફેસ ટુ ફેસ મુલાકાત

May 24, 2017 01:21 PM IST | Updated on: May 24, 2017 01:21 PM IST

પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર આવી પહોચતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. કુલીઓ દ્વારા ગુજરાતી સાફો પહેરાવી સન્માન કરાયું હતું.પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો, જિલ્લા પ્રભારીઓ સાથે બેઠક કરશે.પ્રદેશ નેતૃત્વમાં નારાજગીને દૂર કરવા ડેમેજ કંટ્રોલ કરશે.

ન્યુઝ18 ઈટીવી સાથે અશોક ગેહલોતે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીને લઈને રણનીતિ ઘડાશે.જિલ્લા પ્રમુખો સાથે ફેસ ટુ ફેસ મુલાકાત કરાશે.

ગેહલોત ત્રણ દિવસ ગુજરાતમાં, કોંગ્રેસના જિલ્લા પ્રમુખો સાથે કરશે ફેસ ટુ ફેસ મુલાકાત

અશોક ગેહલોતનું નિવેદનમાં કહ્યુ હતું કે,બીજેપી પોતાનું ઘર સાચવે,તેવું ન થાય કે બીજેપી તૂટીને કોંગ્રેસમાં આવી જાય.શંકરસિંહ મામલે અશોક ગેહલોતે કહ્યુ હતું કે,શંકરસિંહ વાઘેલા અમારા સન્માનિય નેતા છે.શંકરસિંહ વાઘેલા સાથે ટેલિફોનિક વાતચીત થતી રહે છે.કોંગ્રેસમાં કોઈ વિખવાદ નથી.કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ એક છે.ભાજપ સરકાર છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં શાસન કરે છે.ભાજપને ગુજરાતમાંથી દૂર કરવાની છે.

ગેહલોત કાલપુર રેલવે સ્ટેશનથી એનેક્ષી જવા રવાના થયા છે.એનેક્ષી ખાતે કોંગી નેતાઓ સાથે બેઠક યોજશે.કોંગ્રેસમાં ઉભી થયેલી નારાજગીને દુર કરવા પ્રયાસ કરાશે. વિધાનસભાની ચૂંટણીને લઇ રણનીતિને તૈયાર કરાશે.

ગુજરાત જીતવા દિલ્હીમાં પણ બેઠકોનો દૂર

દિલ્હીમાં કોંગી નેતાઓની બેઠક

રાહુલ ગાંધી અને કોંગ્રેસના આદિવાસી નેતાઓ વચ્ચે બેઠક શરૂ

દિલ્હી ખાતે કોંગ્રેસના વોર રૂમમાં બેઠક શરૂ

આગામી ચૂંટણીઓને લઈને ઘડાશે રણનીતિ

તમામ રાજ્યોના આદિવાસી પદાધિકારીઓ ઉપસ્થિત

ગુજરાત કોંગ્રેસના ST સેલના ચેરમેન અનિલ જોષીયારા ઉપસ્થિત

કોંગ્રેસ આદિવાસી વિસ્તારને લઈને ઘડી રહી છે રણનીતિ

રાહુલ ગાંધીએ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાંથી પ્રચાર શરૂ કર્યો હતો

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીનું નિવેદન

'જરૂર પડશે તો ગેહલોત 27મી સુધી પણ રોકાશે'

'26મી એ GPCC ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે'

'કેન્દ્ર સરકારના 3 વર્ષ નિમિત્તે કરશે પ્રેસ કોન્ફરન્સ'

'2 દિવસ કોંગ્રેસના હોદ્દેદારો સાથે કરશે બેઠક'

'અલગ અલગ સમાજના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે'

સુચવેલા સમાચાર