એમપીની જેમ ગુજરાતનો ખેડૂત પણ દુઃખી,ચુંટણી જીતવા મોદી માત્ર વાયદા કરે છેઃઅશોક ગેહલોત

Jun 09, 2017 05:41 PM IST | Updated on: Jun 09, 2017 05:41 PM IST

અમદાવાદઃ મધ્યપ્રદેશના મંદરોરમાં ખેડૂતો પર ફાયરીંગ નો મામલો વધુ ને વધુ વકરી રહ્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અશોક ગહેલોત બે દિવસ ની ગુજરાત મુલાકાત પર છે. આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોચતા ની સાથે કેન્દ્ર અને ગુજરાત ની ભાજપા સરકાર ને અશોક ગહેલોત દ્વારા આડા હાથે લેવામાં આવી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ રાજ્યવ્યાપી આંદોલન ને લઈને અશોક ગહેલોતે જણાવ્યું કે સમય રેહતા મધ્યપ્રદેશ  સરકાર સમગ્ર મામલા ને સાચવી ના શકી દેશના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ખેડૂતો દુખી છે અને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પહેલા જે પ્રકાર થી જાહેર સભાઓમાં આહવાહન કર્યું હતું કે ખેડૂતો ને પડતર કિંમત કરતા ખાદ્ય નો ભાવ ૫૦% વધુ આપવામાં આવશે.  જ્યારે આજે પરિસ્થતિ એવી છે કે તે બાબતે કોઈ ધ્યાન નથી આપવામાં આવતું. અને જે પ્રકારે ઉત્તરપ્રદેશમાં દેવું માફ કરવામાં આવ્યું તે વાયદો પણ નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરપ્રદેશ ચૂંટણી પ્રચારમાં કર્યો હતો. તેમને એક સાથે ઉત્તરપ્રદેશ ની સાથે સમગ્ર દેશમાં જેમ યુપીએ સરકાર દ્વારા ૭૨ હજાર કરોડ નું દેવું માફ કર્યું હતું તે પ્રકારે દેવું માફ કરવાની જાહેરાત કરતા તો આ પરિસ્થતિ ના સર્જાઈ હોત.

એમપીની જેમ ગુજરાતનો ખેડૂત પણ દુઃખી,ચુંટણી જીતવા મોદી માત્ર વાયદા કરે છેઃઅશોક ગેહલોત

 આજે ગુજરાતમાં પણ પરિસ્થિતિ એવીજ છે ખેડૂતો દુખી છે, રાજસ્થાન માં ખેડૂત દુખી છે મહારાષ્ટ્રના ખેડૂત દુખી છે આટલા બધા ખેડૂત એક સાથે રોડ રસ્તાઓ પર કેવી રીતે આવ્યા છે. આજે ભાજપા સરકાર ચુપ છે માટે લોકો માં ગુસ્સો છે. પાંચ લોકો નું ફાયરીંગ થી મૃત્યુ થવું અને દુર્ભાગ્ય પૂર્ણ એ છે કે સરકાર એમ કહે કે પોલીસ દ્વારા ફાયરીંગ નથી કરવામાં આવ્યું ને પછી પોતાનું નિવેદન બદલવું પડે અને સ્વીકારવું પડે તો આનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ વાત કઈ કહેવાય.

ફાઇલ તસવીર

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર