બાપુને મનાવવા વસંત વગડા પહોચ્યા ગેહલોત, કઇ ફોર્મુલા ઘડાઇ જાણો!

May 26, 2017 12:36 PM IST | Updated on: May 26, 2017 12:39 PM IST

કોંગ્રેસના વરીષ્ઠ નેતા અને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ચુંટણી ટાણે જ કોંગ્રેસથી નારાજ હોવાની વાતો વહેતી થઇ છે. ત્યારે કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. શંકરસિંહ કોંગ્રેસ છોડી શકે છે તેવી રાજકીય અટકણો પણ વહેતી થઇ છે ત્યારે આ તમામનો ફાયદો વિધાનસભા ચુંટણીમાં ભાજપ કે અન્ય કોઇ ઉઠાવી કોંગ્રેસને નુકશાન ન કરી શકે તે માટે બાપુને મનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.

આજે ગાંધીનગરમાં વસંત વગડામાં બેઠક યોજાઇ હતી. બાપુને મનાવવાના પ્રયાસ કરાયા છે. બાપુને મનાવવા ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત જાતે પહોચ્યા છે.શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને બંને વચ્ચે બેઠક થઇ છે.બંને નેતાઓ બપોરનું ભોજન સાથે કરશે. બાપુની નારાજગી દૂર કરવા અશોક ગેહલોત પ્રયાસ કરશે.

બાપુને મનાવવા વસંત વગડા પહોચ્યા ગેહલોત, કઇ ફોર્મુલા ઘડાઇ જાણો!

બાપુને મનાવવા ફોર્મુલા ઘડાઇ છે?

ગુજરાત વિધાનસભાની 182 પૈકી 95 બેઠકોની જવાબદારી બાપુને અપાઇ શકે છે.

બેઠકોની જવાબદારી આપી બાપુને મનાવવા પ્રયાસ

ઉ.ગુ.ની જવાબદારી બાપુને આપવા વિચારણા

સૌરાષ્ટ્રની બેઠકનો ની જવાબદારી બાપુને અપાઇ શકે છે.

વિધાનસભાની બેઠકનોની થઇ શકે છે ફાળવણી

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર