દુબઇમાં રહેતા પિતરાઇએ મિલકત વિવાદમાં D ગેન્ગને અશફાકની સોપારી આપી?

Feb 25, 2017 08:07 PM IST | Updated on: Feb 25, 2017 08:07 PM IST

જામનગરઃજામનગરમાં રહેતા અને બિલ્ડીંગોનું કામ તેમજ શિપિંગ કંપની ચલાવતા અસ્ફાક ઈસ્માઈલ ખત્રિ નામના વેપારીની હત્યા માટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ ગેન્ગ દ્વારા સોપારી આપવાના ખુલાસાથી હડકંપ મચ્યો છે. અસ્ફાક ખત્રીની હત્યાની સોપારી ડી ગેંગને દુબઇમાં રહેતા તેના પીતરાઇ ભાઇએ આપી હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે જો કે આ અંગે ખત્રીના પરિવાર સાથે કોઇ વાતચીત કરી શકાઇ ન હોવાથી કેટલુ સત્ય છે તે જાણી શકાયું નથી પોલીસ પણ આ દિશામાં તપાસ કરી રહી છે. અશફાક ખત્રીની આજે મુંબઇની પ્લેનની ટીકીટ હતી.શાર્પશૂટરોને માહિતી જામનગરથી કોઇ પહોંચાડતું હોવાની આશંકા છે.ખત્રી મુંબઇ જાય તે પહેલાં શાર્પશૂટરોને કામ પતાવી દેવાનું હતું

rjk sapsutar008

દુબઇમાં રહેતા પિતરાઇએ મિલકત વિવાદમાં D ગેન્ગને અશફાકની સોપારી આપી?

ડી ગેન્ગના અનીશ ઇબ્રાહીમ દ્વારા શાર્પ શુટરોને સોપારી આપવામાં આવી છે.આ શાર્પશુટર રાજકોટથી હથિયારો સાથે પકડાઇ ચુક્યા છે.બિઝનેસમેન અસ્ફાક ખત્રીને ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી સુરક્ષા વધારી દેવાઇ છે. અસ્ફાક ઈસ્માઈલ ખત્રીનો ભાઈ દુબઈમાં રહેતો હોય અને આ બંને ભાઈના વચ્ચે મિલકતનો મામલો ચાલતો હોય તેવું જાણવા મળ્યું છે. હાલ અસ્ફાક ખત્રીની ઓફિસ બંધ હોય અને તેના ઘરે અસ્ફાક ખત્રિ હાજર નથી. જેને લઈને આ મામલે પોલીસ કે અસ્ફાક ખત્રીના ઘરેથી કોઈએ પણ કંઇ પણ કહેવાનું ઇનકાર કર્યું છે.

અને આ મામલે જામનગર શહેરમાં કોઈ પણ ફરિયાદ દાખલ થઇ નથી. હાલ અસ્ફાક ખત્રી કોઈ કારણસર મિટિંગમાં કે હોય જેને લઈને મીડિયાને મળી નથી શક્યા અને તેના ઘરે હાલ તેમના પત્ની અને ત્રણ બાળકો જ હાજર છે. આ મામલા ને લઈને જામનગર શહેરમાં ખળભળાટ મચી ગયો છે.

પકડાયેલા આરોપીના નામ

રામદાસ રહાને

વિનિત પુંડલીક જલતિ

અનિલ રાજુભાઈ ઘિલોડ

સંદિપ દયાનંદ શિબાંગ

રાજકોટમાં અનિસના સાગરીતો પકડાવાનો મામલો

અનિસ ઇબ્રાહિમને સોપારી પેટે મળવાના હતા કરોડો રૂપિયા

આરોપી રામદાસ 7 દિવસ પહેલા જામનગરમાં કરી ગયો હતો રેકી

વેપારી અશફાક ખત્રી શિપ મેકિંગનું પણ કરતો હતો કામ

જામનગરમાંથી જ અનિસ ઇબ્રાહિમને અપાઈ છે સોપારી

જામનગરના એક વેપારી દ્વારા અનિસ ઇબ્રાહિમને અપાઈ સોપારી

આ વેપારીની કરવાના હતા હત્યા

જામનગરઃઅશફાક ખત્રી સચાણામાં શિપબ્રેકિંગ યાર્ડમાં મોટો વ્યવસાય

વિદેશમાં પણ આ શિપિંગના માલની લેતીદેતીનો ધંધો હતો

મુદ્રા બંદરેથી તમાકુના નિકાસના વ્યવસાય સાથે પણ જોડાયેલા

પાન, બીડીની એક્સપોર્ટ કરતા અશફાક ખત્રીના ઘરે બંદોબસ્ત

જિલ્લા પોલીસ વડા દ્વારા અશફાક ખત્રીની પૂછપરછ હાથ ધરાઇ

અશફાક ખત્રીની આજે મુંબઇની પ્લેનની ટીકીટ હતી

શાર્પશૂટરોને માહિતી જામનગરથી કોઇ પહોંચાડતું હોવાની આશંકા

ખત્રી મુંબઇ જાય તે પહેલાં શાર્પશૂટરોને કામ પતાવી દેવાનું હતું

ગેન્ગસ્ટરની કુંડળી!

સકંજામાં D ગેંગના શાર્પશૂટર,પોલીસ સૂત્રો દ્વારા મળી માહિતી

રામદાસ રહાણેએ અશ્વિન નાયરની ગેંગમાંથી શરૂઆત કરી હતી

અશ્વિન નાયર દાઉદની ગેંગ માટે કામ કરતો હતો

7 સપ્ટેમ્બર 2004માં રામદાસ રહાણેની ધરપકડ કરાઈ હતી

2004માં રામદાસની ઉંમર 29 વર્ષની હતી

પકડાયેલ રામદાસ રહાણે ધરાવે છે ગુનાહિત ઈતિહાસ

એપ્રિલ 2006થી લઈ 2017 સુધીમાં નોંધાઈ ચુક્યા છે 6 જેટલાં ગુના

હાલમાં 23 જાન્યુઆરી 2017ના રોજ નોંધાયો હતો ગુનો

જેનો કેસ 2 ફેબ્રુઆરીના રોજ થયો હતો પૂર્ણ

ભૂતકાળમાં અશ્વિન નાયકની ગેંગ સાથે કરતો હતો કામ

અશ્વિન નાયક દાઉદ માટે કરતો હતો કામ

સુચવેલા સમાચાર