કપિલ મિશ્રાનો આરોપ-કેજરીવાલે મારી સામે 2 કરોડ રૂપિયા લીધા, સિસોદિયાએ કહ્યુ બેબુનિયાદ આરોપ

May 07, 2017 01:18 PM IST | Updated on: May 07, 2017 01:18 PM IST

કેજરીવાલના મંત્રિ મંડળથી હકાલપટ્ટી કરાયેલા આમ આદમી પાર્ટીના વિધાયક કપિલ મિશ્રાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે મારી આંકો સામે સત્યેન્દ્ર જૈનએ કેજરીવાલને રૂ.2 કરોડ આપ્યા છે. આરોપ લગાવતા વધુમાં કહ્યુ કે, મારી પાસે પાર્ટીની અંદર ચાલી રહેલા ભ્રષ્ટ્રાચારના ઘણા પુરાવા છે. એસીબી અને સીબીઆઇને આ પુરાવા આપીશ.

kapil2

કપિલ મિશ્રાનો આરોપ-કેજરીવાલે મારી સામે 2 કરોડ રૂપિયા લીધા, સિસોદિયાએ કહ્યુ બેબુનિયાદ આરોપ

કપિલ મિશ્રાએ કહ્યુ કે સત્યેન્દ્ર જૈન જણાવે કે તેમની પાસે આટલી મોટી રકમ ક્યાથી આવી. કેજરીવાલના પરિવાર માટે 50 કરોડની જમીનની ડીલ કરાવી હતી.

તેમણે દાવો કર્યો કે, મારા ખુલાસાથી આમ આદમી પાર્ટીના મોટા મંત્રીઓના ભ્રષ્ટ્રાચાર સામે આવશે.

ત્યારે બીજી બાજુ આ આરોપ પછી મનીષ સિસોદીયાએ કહ્યુ હતું કે, પાર્ટીના ધારાસભ્યો દ્વારા દિલ્હીમાં વારંવારની પાણીના મુદ્દે પ્રજાની સમસ્યા ઉઠવા પામી હતી. ત્યારે અરવિંદ કેજરીવાલ પર લગાવાયેલા કપિલ મીશ્રાના આરોપ બેબુનીયાદ છે.

રાજઘાટ પર ખુલાસા પછી કપિલ મિશ્રાએ ન્યૂઝ18 ઇન્ડિયા સાથે વાતચિત કરતા કહ્યું કે,મે મનીષ સિસોદિયાના ઇન્ટરવ્યું જોયો, પહેલા ઇવીએમ ચુંટણી હારનો મુદ્દો બતાવ્યો હતો. હવે અચાનક પાણીનો મુદ્દો બની ગયો છે. બે કરોડ જ લીધા એ કેવી રીતે ખબર પડી તો તેમણે કહ્યુ કે જાતે સત્યેન્દ્ર જૈનએ કહ્યુ કતું. જમીન ખરીદી ડીલ મામલે કપિલે કહ્યુ કે મને નથી ખબર કે કઇ જમીન હતી અને ક્યારે ડીલ થઇ હતી. પરંતુ ખુદ સત્યેન્દ્ર જૈનએ જ મને આ મામલે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર